નવી દિલ્હીમાં સોમવારે પાર્ટી હેડક્વાર્ટર ખાતે ભારતીય જનતા પાર્ટી (BJP) સેન્ટ્રલ ઇલેક્શન કમિટી (CEC)ની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા.

ભાજપે લોકસભાની ચૂંટણી માટે બુધવાર, 13 માર્ચે ગુજરાતના સાત સહિત કુલ 72 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. ગુજરાતમાં કુલ સાતમાંથી પાંચ બેઠકો પરના હાલના સાંસદોના પત્તા કપાયા છે, જ્યારે માત્ર બે બેઠકો પરના ઉમેદવારોને રીપિટ કરાયા છે. અત્યાર સુધી ભાજપે ગુજરાતની કુલ 26 લોકસભા બેઠકોમાંથી 22 બેઠકો માટે ઉમેદવારો જાહેર કરી દીધા છે. 2019ની લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની તમામ 26 બેઠકો પર ભાજપનો વિજય થયો હતો અને કોંગ્રેસનું ખાતુ પણ ખુલ્યું ન હતું.

ભાજપે  શનિવાર, 2 માર્ચે પ્રથમ યાદી કુલ 195 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. આમાંથી ગુજરાતની કુલ 26 લોકસભા બેઠકમાંથી 15 બેઠકો માટેના ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા.  ગુજરાત પાંચ વર્તમાન સાંસદોની ટિકિટ કાપવામાં આવી છે અને 10 વર્તમાન સાંસદોને રિપિટ કરાયા છે.

પાર્ટીએ વડોદરા લોકસભા બેઠકથી રંજન ભટ્ટ અને અમદાવાદ પૂર્વ બેઠકથી હસમુખ પટેલને રિપીટ કર્યા છે. જેમના પત્તા કપાયા છે તેમાં સુરતથી દર્શના જરદોષ, ભાવનગરથી ભારતીબેન શિયાળ, વલસાડથી કે.સી.પટેલ, સાબરકાંઠાથી દીપસિંહ રાઠોડ અને છોટા ઉદેપુરથી ગીતાબેન રાઠવાનો સમાવેશ થાય છે. તેમના સ્થાને સુરતમાં મુકેશભાઈ દલાલ, વલસાડમાં ધવલ પટેલ, ભાવનગરમાં નિમુબેન બાંભણીયા, સાબરકાંઠામાં ભીખાજી ઠાકોર અને છોટા ઉદેપુરમાં જસુ રાઠવાને ટિકિટ અપાઇ છે. જસુ રાઠવાએ 11 મહિના પહેલા જ ભાજપમાંથી રાજીનામું આપ્યું હતું. જેના પછી તેઓ પક્ષમાં ફરી સક્રિય થયા હતાં.

ભાજપે અગાઉ ગુજરાતના 15 જાહેર કરેલા ઉમેદવારોમાંથી 10ને રિપિટ કર્યા હતાં આમ ભાજપે   12 ઉમેદવારોને ફરી મેદાનમાં ઉતાર્યા છે.

 

ભાજપના ઉમેદવારો

સાબરકાંઠાઃ ભીખાજી દુધાજી ઠાકોર

અમદાવાદ પૂર્વઃ હસમુખભાઈ સોમાભાઈ પટેલ

ભાવનગરઃ નીમુબેન બાંભણીયા

વડોદરાઃ રંજનબેન ધનંજય ભટ્ટ

છોટા ઉદેપુરઃ જશુભાઈ ભીલુભાઈ રાઠવા

સુરતઃ મુકેશભાઈ ચંદ્રકાન્ત દલાલ

વલસાડઃ ધવલ પટેલ

 

LEAVE A REPLY