કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ પોતાની કેબિનેટમાં મોટા ફેરબદલ કરી ઈન્ડો-કેનેડિયન અનિતા આનંદને સંરક્ષણ પ્રધાનના હોદ્દા પરથી ટ્રેઝરી બોર્ડના પ્રેસિડન્ટ તરીકે બઢતી આપી હતી. અનિતાએ પોતાની નવી ભૂમિકા અંગે ખુશી વ્યક્ત કરી હતી.
શ્રેણીબદ્ધ ટ્વીટ્સ કરીને અનિતાએ જણાવ્યું હતું કે “હું ટ્રેઝરી બોર્ડના પ્રેસિડન્ટની ભૂમિકા નિભાવવા માટે ઉત્સાહિત છું. કેનેડાના લોકોએ અમને આર્થિક વૃદ્ધિ અને જીવનને વધુ સસ્તું બનાવવા માટે ચૂંટ્યા છે. આ કામગીરી મારા એજન્ડાના કેન્દ્રમાં છે. અમારી સરકારની આર્થિક ટીમનો ભાગ બનવું એ સન્માનની વાત છે.”
જસ્ટિન ટ્રુડોની વેબસાઇટમાં જણાવ્યા અનુસાર અનિતા પ્રથમ વખત 2019માં ઓકવિલે માટે સંસદ સભ્યસભ્ય તરીકે ચૂંટાયા હતા. અગાઉ તેમણે સંરક્ષણ પ્રધાન તથા જાહેર સેવાઓ અને ખરીદી પ્રધાન તરીકે સેવા આપી હતી. તેઓ 1985માં ઑન્ટારિયોમાં રહેવા ગયા હતા. અનિતાનો જન્મ અને ઉછેર ગ્રામીણ વિસ્તાર નોવા સ્કોટિયામાં થયો છે.
તેમણે ટોરોન્ટો યુનિવર્સિટીમાં કાયદાના પ્રોફેસર તરીકે કામ કર્યું હતું. તેઓ મેસી કોલેજના ગવર્નિંગ બોર્ડના સભ્ય અને એસોસિયેટ ડીન હતા. તેમણે કેપિટલ માર્કેટ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, રોટમેન સ્કૂલ ઑફ મેનેજમેન્ટમાંમાં પોલીસ એન્ડ રિસર્ચના ડાયરેક્ટર તરીકે પણ સેવા આપી છે. પ્રધાન અનિતા આનંદે કેપિટલ માર્કેટ્સ, કોર્પોરેટ ગવર્નન્સ અને શેરહોલ્ડરના અધિકારોના નિયમન પર વ્યાપક સંશોધન પૂર્ણ કર્યું છે અને આ વિષયો પર ચર્ચા કરવા માટે મીડિયામાં નિયમિતપણે મીડિયામાં દેખાય છે.