શેરબજારની નિયમનકારી સંસ્થા સિક્યોરિટીઝ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબીએ)એ વીડિયોકોન ગ્રૂપના સ્થાપક વેણુગોપાલ ધૂતના બેન્ક અને ડીમેટ ખાતાઓ સાથે મ્યુચ્યુઅલ ફંડમાં થાપણો ફ્રીઝ કરવાનો આદેશ આપ્યો હતો. કુલ રૂ. 5.16 લાખની વસૂલાત માટે આ આદેશ આપવામાં આવ્યો છે.
પેનલ્ટીની બાકી રકમની વસૂલાત કરવા માટે સેબીએ તમામ બેંકો, ડિપોઝિટરીઝ, સીડીએસએલ, એનએસડીએલ અને મ્યુચ્યુઅલ ફંડ્સને ધૂતના ખાતામાંથી કોઈપણ ઉપાડની મંજૂરી ન આપવાનો આદેશ આપ્યો હતો. આ સિવાય સેબીએ બેંકોને લોકર સહિત તમામ ખાતા જપ્ત કરવાનો નિર્દેશ આપ્યો હતો.
સેબીએ માર્ચમાં ધૂત પર 5 લાખ રૂપિયાનો દંડ લગાવ્યો હતો. આ ફાઈન સુપ્રીમ એનર્જી પ્રા. (એસઇપીએલ) કંપની વતી લોન આપતી વખતે તેમાં 99.9% હિસ્સો (સુપ્રિમ એનર્જી) વિશે માહિતી ન આપવા બદલ લાદવામાં આવ્યો હતો. આ ઉપરાંત ધૂતે ક્વોલિટી ટેકનો એડવાઇઝર્સ પ્રાઇવેટ લિમિટેડ અને ક્રેડેન્શિયલ ફાઇનાન્સમાં પોતાના હિત અંગે પણ ખુલાસો કર્યો ન હતો.