મોદી સરનેસ અંગેના બદનક્ષી કેસમાં ગુજરાત હાઇકોર્ટે ગુરુવાર, 7 જુલાઈએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની બે વર્ષની જેલસજાને મોકૂફ રાખવાની અરજી ફગાવી દીધી હતી. અહીં ઉલ્લેખનીય છે કે સુરતની કોર્ટે આ કેસમાં રાહુલ ગાંધીને બે વર્ષની જેલસજા ફટકારી હતી, પરંતુ હવે હાઇકોર્ટે પણ રાહત ન આપતા રાહુલ રાહુલ ગાંધી લોકસભા સાંસદ તરીકે ગેરલાયક જ રહેશે. જોકે કોંગ્રેસ નેતા હવે હાઇકોર્ટની લાર્જર બેન્ચ અથવા તો સુપ્રીમ કોર્ટમાં હાઇકોર્ટના આ ચુકાદાને પડકારી શકે છે.. જો સુપ્રીમ કોર્ટ પણ તેમની વિનંતીને ફગાવી દે તો રાહુલ ગાંધી આવતા વર્ષની લોકસભાની ચૂંટણી નહીં લડી શકે. તે જેલમાં જશે નહીં કારણ કે તેમની બે વર્ષની સજા અગાઉ કોર્ટે મોકૂફ રાખેલી છે.
ગુજરાત હાઈકોર્ટે રાહુલ ગાંધી સામે વીર સાવરકરના પૌત્ર દ્વારા દાખલ કરવામાં આવેલા અન્ય માનહાનિના કેસને ટાંક્યો હતો અને જણાવ્યું હતું કે રાજકારણમાં શુદ્ધતા હોવી જરૂરી છે… કેમ્બ્રિજ ખાતે રાહુલ ગાંધીજીએ વીર સાવરકર વિરુદ્ધ વિવાદાસ્પદ શબ્દોનો ઉપયોગ કર્યા પછી વીર સાવરકરના પૌત્ર દ્વારા (રાહુલ ગાંધી) વિરુદ્ધ પુણેની કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
“દોષિત હોવાના આદેશ સામે સ્ટે આપવાથી અરજદારને અન્યાય થતો નથી. દોષિત હોવાના નીચલી કોર્ટના આદેશ પર સ્ટે મૂકવાના કોઇ આધાર નથી. નીચલી કોર્ટનો આદેશ યોગ્ય, વાજબી અને ન્યાયી છે. હાઈકોર્ટે કહ્યું હતું કે કે રાહુલ ગાંધી સામે 10 જેટલા કેસ પેન્ડિંગ છે અને તેઓ “એકદમ અસ્તિત્વમાં નથી તેવા આધારો પર સ્ટે માંગી રહ્યા છે. સજા પર સ્ટે કોઇ નિયમ નથી.
53 વર્ષીય રાહુલ ગાંધીને 2019ના લોકસભાના ચૂંટણી પ્રચાર દરમિયાન મોદી સરનેસ અંગેના નિવેદન બદલ માનહાનિના કેસમાં સુરતની કોર્ટે બે વર્ષની સજા સંભાળવી હતી. ભાજપના ધારાસભ્ય અને ગુજરાતના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી પર કેસ દાખલ કર્યો હતો. રાહુલ ગાંધીએ ટીપ્પણી કરતી હતી કે બધા મોદીની સરનેમ મોદી કેમ હોય છે. સુરત કોર્ટના ચુકાદા પછી કેરળના વાયનાડથી લોકસભાના સાંસદ રહેલા કોંગ્રેસના નેતાને તરત જ ગેરલાયક ઠેરવવામાં આવ્યાં હતાં.
