એશિયાના સૌથી ધનિક ગૌતમ અદાણની સંપત્તિમાં 2022ના વર્ષમાં પાકિસ્તાનના શેરબજારના કુલ માર્કેટ કેપ કરતાં વધુ વધારો થયો હતો. બ્લૂમબર્ગ બિલિયોનર્સના આંકડા પ્રમાણે ગૌતમ અદાણીએ 2022માં 33.80 બિલિયન ડોલરની સંપત્તિનું સર્જન કર્યું છે. આની સામે 26 ડિસેમ્બર 2022ના રોજ પાકિસ્તાનના શેરબજારનું કુલ માર્કેટકેપ આશરે 28.1 બિલિયન ડોલર હતું. 2022માં અદાણીની સંપત્તિમાં 44.2 ટકાનો વધારો થયો છે.
ગૌતમ અદાણીને એક દેશ તરીકે જોવામાં આવે તો તેઓ આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ (IMF)ના વર્ષ 2021ના અંદાજ પ્રમાણે નોમિનલ GDPની બાબતમાં વિશ્વના 64માં સૌથી મોટા અર્થતંત્ર તરીકે ગણી શકાય. તેઓ પ્યૂર્ટો રિકો અને ઈક્વાડોર જેવી તમામ અર્થવ્યવસ્થાઓથી આગળ છે.
2022માં કમાણીની બાબતમાં જોઈએ ગૌતમ અદાણીએ તેમની નેટવર્થમાં વિક્રમજનક વધારો થયો છે. તેમના દ્વારા જોડવામાં આવેલી સંપત્તિ હોંડુરાસ, સાઈપ્રસ, અલ સલ્વાડોર, કંબોડિયા, આઈસલેન્ડ, યમન, સેનેગલ અને સાઈપ્રસ જેવા વિશ્વના ઓછામાં ઓછા 85 દેશની વર્ષ 2021ની GDP કરતા વધારે છે. આ વર્ષે કમાણીની વાત કરવામાં આવે તો અન્ય શ્રીમંતોની તુલનામાં ગૌતમ અદાણીએ સૌથી વધારે કમાણી કરી છે.
વર્ષ 2022માં વિશ્વમાં અબજોપતિની સંપત્તિને લઈ ઉલટફેર જોવા મળ્યો હતો અને મોટાભાગે નેટવર્થમાં ઘટાડો થયો હતો. ત્યારે ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણી એકમાત્ર એવા ઉદ્યોગપતિ રહ્યા છે કે જેમણી સંપત્તિમાં નોંધપાત્ર વધારો થયો છે. તેઓ વર્તમાન સમયમાં વિશ્વના ત્રીજા ક્રમના સૌથી સમૃદ્ધ વ્યક્તિ છે.