(ANI Photo/ PTV Grab)

પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન ચૂંટણી લડવા માટે ગેરલાયક જ રહ્યાં છે. કોર્ટે તેમને થયેલી સજા સામેની અરજી ફગાવી દીધી હતી. 8 ફેબ્રુઆરીએ યોજાનારી પ્રાંતીય અને નેશનલ એસેમ્બલીની ચૂંટણીઓ માટે ઉમેદવારી પત્રો સબમિટ કરવાની અંતિમ તારીખના એક દિવસ પહેલા આ નિર્ણય આવ્યો છે.

70 વર્ષીય ભૂતપૂર્વ ક્રિકેટ સ્ટાર એપ્રિલ 2022માં સંસદમાં વિશ્વાસનો મત જીતી શક્યા ન હતા અને વડાપ્રધાન પદેથી દૂર થયા હતા. આ પછીથી તેઓ રાજકીય કટોકટીના કેન્દ્રમાં છે.

સરકારી ગિફ્ટો વેચવાના કેસમાં અગાઉ કોર્ટે તેમને ત્રણ વર્ષની સજા કરી હતી. આ પછી 5 ઓગસ્ટથી તેઓ જેલમાં છે. કોર્ટના આ ચુકાદાને પગલે તેઓ પાંચ વર્ષ માટે ચૂંટણી લડી શકશે નહીં. તેમણે કોર્ટના આ ચુકાદાને પડકાર્યો હતો. પરંતુ ઉચ્ચ અદાલતે આ અરજીને નકારી કાઢી હતી.

ઇમરાન ખાનના વકીલ અને કાયદાકીય બાબતોના પ્રવક્તા નઇમ હૈદર પંજુથાએ એક્સ પર જણાવ્યું હતું કે “તોષાખાના ફોજદારી કેસમાં ચુકાદને સ્થગિત કરવાની ઇમરાન ખાનની વિનંતીને ફગાવી દેવામાં આવી હતી જેથી કરીને તેઓ ગેરલાયક રહેશે

LEAVE A REPLY