Firing at Imran Khan during rally
પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાન પર 3 નવેમ્બર, 2022ના રોજ પાકિસ્તાનના વઝીરાબાદમાં ફાયરિંગ થયું હતું. Urdu Media via REUTERS

પાકિસ્તાનના પંજાબ પ્રાંતના વઝીરાબાદ ખાતેની રેલી દરમિયાન પૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનની હત્યાનો પ્રયાસ થયો હતો. બંદુકધારીએ કરેલા ફાયરિંગમાં ઇમરાનને પગે ઇજા થઈ હતી અને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ હુમલામાં એક વ્યક્તિનું મોત થયું હતું અને સાત લોકો ઘાયલ થયા હતા. ઇમરાનની પાર્ટીએ આ હુમલાને “હત્યાનો પ્રયાસ” ગણાવ્યો હતો. અહીં ઉલ્લેખનીય છે કે પૂર્વ વડાપ્રધાન બેનઝીર ભુટ્ટોની 2007માં રાવલપિંડીમાં એક ચૂંટણીસભા હત્યા કરાઈ હતી.

ઇમરાનખાન વહેલી ચૂંટણીની માંગ સાથે ઇસ્લામાબાદ તરફ લોંગ માર્ચનું નેતૃત્વ કરી રહ્યા હતાં ત્યારે પંજાબના વઝીરાબાદ શહેરના અલ્લાહવાલા ચોક નજીક આ હુમલો થયો હતો. પંજાબ પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ઇમરાન ખાન પર હુમલા દરમિયાન સાત લોકો ઘાયલ થયા હતા અને એક વ્યક્તિનું મોત થયું હતું. એક શંકમંદને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.

ઇમરાન ખાનની પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ પાર્ટીના વરિષ્ઠ નેતા અસદ ઉમરે મીડિયાને જણાવ્યું કે એક ગોળી ખાનના પગમાં વાગી હતી. પાર્ટીના વરિષ્ઠ નેતા શાહ મહમૂદ કુરેશીએ કહ્યું હતું કે ઇમરાન ખાન હવે ખતરાની બહાર છે અને હુમલો માત્ર ઈમરાન ખાન પર જ નહીં પરંતુ પાકિસ્તાની રાષ્ટ્ર પર હતો. ભૂતપૂર્વ માહિતી પ્રધાન ફવાદ ચૌધરીએ કહ્યું કે આ હુમલો “સુયોજિત હત્યાનો પ્રયાસ” હતો.

ક્રિકેટરમાંથી રાજકારણી બનેલા આ 70 વર્ષના નેતા પરના હુમલાની જવાબદારી કોઈ સંગઠને સ્વીકારી ન હતી. હુમલા દરમિયાન સાંસદ ફૈઝલ જાવેદના ચહેરા પર ગોળી વાગી હતી.

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર ઇમરાન ખાન સવાર હતી કે કન્ટેનર-ટ્રક પર એક બંદૂકધારીએ નજીકથી ગોળીબાર કર્યો હતો. ઘટનાસ્થળ પરથી એક વ્યક્તિની ધરપકડ કરાઇ હતી અને પોલીસ તેને અજ્ઞાત સ્થળે લઈ ગઈ છે.
ઇમરાનની પાર્ટીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે “ઈમરાન ખાનને પગમાં ગોળી વાગી હતી, પરંતુ હોસ્પિટલમાં લઈ જતી વખતે તેઓ સ્થિર હતા. તેમણે સમર્થકોનું અભિવાદન કર્યું હતું.”

જિયો ટીવીના અહેવાલ મુજબ હુમલાખોરની ઓળખ નાવેદ તરીકે થઈ છે. સલવાર-કમીઝ પહેરલો કન્ટેનર- ટ્રકની સાથે ચાલતો હતો અને ડાબી બાજુથી ગોળીબાર કર્યો હતો. પોલીસ ઝડપેલા શકમંદ વ્યક્તિએ વીડિયો કબૂલાતમાં જણાવ્યું હતું કે તેઓ લોકોને ગેરમાર્ગે દોરતા હતા અને મારાથી તે સહન ન થયું, તેથી મેં તેમને મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો.
70 વર્ષના ખાનને એપ્રિલમાં વડા પ્રધાન તરીકે હાંકી કાઢવામાં આવ્યા હતા અને તેઓ ચૂંટણીની માગણી સાથે આર્મી સમર્થિત સરકાર સામે રેલી કાઢી રહ્યાં છે. ખાનની પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (PTI) પાર્ટીના પ્રવક્તા ફવાદ ચૌધરીએ જણાવ્યું હતું કે, “તે એક સ્પષ્ટ હત્યાનો પ્રયાસ હતો. ખાનને ગોળી વાગી હતી, પરંતુ તે સ્થિર છે. અહીં ઘણું લોહી વહેતું હતું.જો શૂટરને ત્યાંના લોકો દ્વારા રોકવામાં ન આવ્યો હોત, તો સમગ્ર પીટીઆઈ નેતૃત્વનો નાશ થઈ ગયો હોત.”

ઘટનાના સાક્ષી કઝાફી બટ્ટે રોઇટર્સને જણાવ્યું હતું કે, “મેં ફાયરિંગનો અવાજ સાંભળ્યો હતો, આ પછી મેં ઇમરાન ખાન અને તેના સહાયકોને ટ્રક પર પડતા જોયા હતા. બાદમાં એક બંદૂકધારીએ એક ગોળી મારી હતી, પરંતુ ખાનની પાર્ટીના કાર્યકર્તાએ તેને પકડી લીધો હતો.”

ઈમરાને તોશખાના કેસમાં દોષી સાબિત થયા આઝાદી માર્ચ શરૂ કરી છે. ગુરુવારે પણ આઝાદી માર્ચ નિકાળવામાં આવી હતી. પરંતુ આ વખતે ત્યાં ફાયરિંગ થયું અને ઈમરાન ખાન ઈજાગ્રસ્ત થઈ ગયા. તેમના સિવાય પૂર્વ રાજ્યપાલ ઈમરાન ઈસ્મેલ પણ ગોળીથી ઘાયલ થયા હતા.

ઈમરાને ગયા અઠવાડિયે શાહબાઝ શરીફ સરકારના રાજીનામા અને તાત્કાલિક સામાન્ય ચૂંટણીની માંગ સાથે લોંગ માર્ચ શરૂ કરી હતી. આ લોંગ માર્ચની શરૂઆતથી અત્યાર સુધીમાં અલગ-અલગ કારણોસર એક મહિલા પત્રકાર સહિત ત્રણ લોકોનાં મોત થયાં છે. મે મહિનામાં પણ ઈમરાને રેલી કાઢી હતી અને એ દરમિયાન ખૂબ જ હિંસા થઈ હતી. એ રેલીની જાહેરાત કરતી વખતે ખાને કહ્યું હતું – હું સ્પષ્ટ રીતે કહેવા માગું છું કે હું રાજકારણ નહીં, પરંતુ જેહાદ કરવા નીકળ્યો છું. સરકારને 6 દિવસનો સમય આપવામાં આવ્યો છે. જો તેઓ ચૂંટણીની તારીખો જાહેર નહીં કરે તો અમે ફરીથી ઈસ્લામાબાદ પહોંચી જઈશું અને આ વખતે જ્યાં સુધી ચૂંટણીની તારી

પીએમ શાહબાઝ અને આર્મીએ હુમલાને વખોડ્યો

પાકિસ્તાનના વડાપ્રધાન સહિતના રાજકીય નેતાઓ અને અને આર્મીએ ઇમરાન ખાન પરના હુમલાની સખત નિંદા કરી હતી. પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે જણાવ્યું હતું કે “હું ઈમરાન ખાનની રેલીમાં થયેલા ગોળીબારની સખત નિંદા કરું છું. આ ઘટનાનો તાત્કાલિક અહેવાલ ગૃહપ્રધાન પાસેથી માંગવામાં આવ્યો છે. અમે ઈમરાન અને અન્ય ઘાયલોના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરીએ છીએ. ફેડરેશન પંજાબ સરકારને તમામ શક્ય સહયોગ આપશે. રાષ્ટ્રીય રાજકારણમાં હિંસાનું કોઈ સ્થાન હોવું જોઈએ નહીં.” પ્રેસિડન્ટ આરિફ અલ્વીએ ખાન પરના હુમલાને “જઘન્ય હત્યાનો પ્રયાસ” ગણાવ્યો હતો. પાકિસ્તાન આર્મીએ એક નિવેદન જારી કરીને ઇમરાન ખાન પર હુમલાની નિંદા કરી છે.

LEAVE A REPLY