ઈમ્પીરીયલ કોલેજ લંડને ગુરુવારે ભારત અને અન્ય સાઉથ એશિયમ રાષ્ટ્રોની અગ્રણી મહિલા વૈજ્ઞાનિકોની આગામી પેઢીના ઉછેરમાં મદદ કરવા માટે અનન્ય ફેલોશિપ પ્રોગ્રામ માટે અરજીઓ મોકલવા અપીલ કરી હતી.
બ્રિટિશ કાઉન્સિલ સાથેની ભાગીદારીમાં, ભારત, બાંગ્લાદેશ, નેપાળ, પાકિસ્તાન અને શ્રીલંકાની મહિલાઓને ઈમ્પીરીયલ કોલેજ લંડનમાં એક વર્ષ સુધી વિતાવવા માટે સંપૂર્ણ ભંડોળવાળી પ્રારંભિક શૈક્ષણિક ફેલોશિપ ઓફર કરવામાં આવી રહી છે. STEM – સ્યન્સ, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ અને ગણિતમાં મહિલાઓના ઓછા પ્રતિનિધિત્વને સંબોધવામાં મદદ કરવા અને સંશોધન ક્ષેત્રે કારકિર્દી શરૂ કરવા માટે આ ફેલોશિપ બનાવવામાં આવી છે.