ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઈએમએફ)એ યુકે વિકસિત વિશ્વના અન્ય કોઈ પણ દેશ કરતાં વધુ ખરાબ થવાની તૈયારીમાં હોવાની અને 2023માં યુકેનું ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP) 0.6 ટકાના સંકોચનની અપેક્ષા રાખે છે તેવી આગાહી કરતા બ્રિટિશ વડા પ્રધાન ઋષિ સુનકની ઓફિસે તેને નકારી કાઢી હતી.
ડાઉનિંગ સ્ટ્રીટે ભારપૂર્વક જણાવ્યું હતું કે ‘’યુકેનું અર્થતંત્ર મજબૂત છે. યુકેએ ગયા વર્ષે ઘણી આગાહીઓ કરતાં વધુ સારૂ પ્રદર્શન કર્યું હતું અને આગામી વર્ષોમાં જર્મની અને જાપાન કરતાં વધુ ઝડપથી વૃદ્ધિ થવાની આગાહી કરવામાં આવી હતી”.
યુકેના ચાન્સેલર જેરેમી હંટે જણાવ્યું હતું કે: “બેંક ઓફ ઈંગ્લેન્ડના ગવર્નરે તાજેતરમાં કહ્યું હતું કે આ વર્ષે યુકેની કોઈપણ મંદી અગાઉની આગાહી કરતા ઓછી હોઈ શકે છે.”
વિપક્ષી લેબર પાર્ટીએ હાઉસ ઓફ કોમન્સમાં IMFની આગાહી પર તાત્કાલિક પ્રશ્ન ઉઠાવી કન્ઝર્વેટિવ પાર્ટીની આગેવાની હેઠળની સરકારની 13 વર્ષની “નિષ્ફળતા” માટે દોષી ઠેરવી હતી.
IMF એ તેના તાજેતરના વિશ્લેષણમાં જણાવ્યું હતું કે ‘’જ્યારે વ્યાપક વૈશ્વિક અર્થવ્યવસ્થા અપેક્ષા કરતાં વધુ સારી કામગીરી કરતી નથી, જ્યારે ફુગાવો ચરમસીમાએ પહોંચ્યો છે અને રોકાણમાં વળાંક આવી રહ્યો છે, ત્યારે યુકેની અર્થવ્યવસ્થાને ડાઉનગ્રેડનો સામનો કરવો પડશે.”