આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF)એ બુધવારે કહ્યું કે તેઓ કોરોના વાયરસના વધતા જતા વ્યાપને રોકવા માટે ભારતે પરિસ્થિતિ હાથમાંથી સરી પડે તે પહેલા જ જાહેર કરાયેલા દેશવ્યાપી લોકડાઉનનું સમર્થન કરીએ છીએ. આના એક દિવસ અગાઉ મંગળવારે જ પોતાના વર્લ્ડ ઈકોનોમિક આઉટલુકમાં 2020માં ભારતનું વિકાસ દર 1.9 ટકા રહેશે તેવું અનુમાન લગાવ્યું હતું.
આઈએમએફના એશિયા અને પ્રશાંત વિભાગના નિર્દેશક ચાંગ યોંગ રીએ અહીં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પત્રકારોને કહ્યું, આર્થિક મંદી હોવા છતા પણ સરકારે દેશવ્યાપી લોકડાઉન લાગુ કરી દીધું હતું અને આ માટે અમે ભારતે સમયસર લીધેલા આ નિર્ણયનું સમર્થન કરીએ છીએ.
ભારતમાં 25 માર્ચના રોજ ત્રણ અઠવાડિયા સુધીનું લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું જે 14 એપ્રિલના રોજ પૂર્ણ થયા બાદ તેને 3 મે સુધી લંબાવી દેવામાં આવ્યું છે. IMFએ કહ્યું કે સમગ્ર એશિયા-પ્રશાંત વિસ્તાર પર કોરોના વાયરસની અસર ગંભીર અને અભૂતપૂર્વ રહેશે.
2020માં એશિયાની વૃદ્ધિમાં અટકી જશે. જોકે, તેમણે કહ્યું કે આ વર્ષે કેવો વિકાસ થશે તે કહેવું એ કહેવું અનિશ્ચિત છે. જો આ વાયરસ પર નિયંત્રણ લગાવવાની નીતિમાં સફળતા મળશે તો વર્ષ 2021માં વૃદ્ધિ દરમાં ફરીથી ઉછાળો આવી શકે છે.
રીએ કહ્યું કે આ પહેલાની જેમ વ્યવસાય કરવાનો સમય નથી. આપણે આ વર્ષના અંત સુધીમાં આર્થિક પ્રવૃત્તિમાં ઉછાળો આવવાની આશા છે કારણ કે ચીન સૌથી પહેલા આ વાયરસના પ્રકોપમાંથી બહાર આવતું જોવા મળી રહ્યું છે.
જોકે, કેટલીક ખબરો એવી પણ મળી રહી છે કે ચીનમાં કોરોના વાયરસે ફરીથી દેખા દીધી છે જેના કારણે હજી ત્યાં પરિસ્થિતિ થાળે પડતા થોડો સમય લાગી શકે છે. તેમણે જણાવ્યું કે જાપાનનો આર્થિક વિકાસનું અનુમાન પણ નિરાશાજનક થઈ ગયું છે. કોરોના વાયરસની અસરના કારણે જાપાનમાં જીડીપી 5.2 ટકા સુધી નીચે જઈ શકે છે.