Illegal construction ,legalized in Gujarat,paying impact fee

ગુજરાત સરકારે વિધાનસભાની ચૂંટણી પહેલા ગેરકાયદેસરના બાંધકામોને ઇમ્પેક્ટ ફી વસૂલ કરી ગેરકાયદેસર કરવાનો મહત્ત્વનો નિર્ણય કર્યો છે. મંગળવાર 18 ઓક્ટોબરે લીધેલા આ નિર્ણયથી મહાનગરપાલિકાઓ, શહેરી વિકાસ સત્તામંડળો અને નગરપાલિકાઓમાં ગેરકાયદે બાંધકામોના પ્રશ્નનું સમાધાન થશે. સરકારના વટહુકમને રાજ્યપાલે બહાલી આપી છે તેનો અમલ 17 ઓક્ટોબરથી થશે.

આ નિર્ણયથી રાજ્યના અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, જૂનાગઢ સહિતની તમામ મહાનગરપાલિકાઓ, ઔડા, સુડા, રૂડા, ગુડા અને શહેરી વિકાસ સત્તા મંડળો અને તમામ 151 નગરપાલિકાઓમાં ઉભા કરાયેલા ગેરકાયદેસર બાંધકામોને ઈમ્પેક્ટ ફી ભર્યા બાદ કાયદેસર કરવામાં આવશે.

વર્ષ 2011માં તત્કાલિન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈમ્પેક્ટ ફીનો કાયદો અમલમાં મૂક્યો હતો. જેને ભૂપેન્દ્ર પટેલે દોહરાવ્યો છે. આ નિર્ણયથી એક તરફ શહેરોમાં રહેતા લોકોને ફાયદો થશે તો બીજી તરફ સરકારને ઈમ્પેક્ટ ફી દ્વારા કરોડોની આવક પણ થશે.

મળવાપાત્ર FSI 1.0 કરતા ઓછી હોય, રહેણાક સિવાય ઉપયોગ (દાત. વાણિજ્ય, શૈક્ષણિક, આરોગ્ય, ઔદ્યોગિક વગેરે)માં લેવાતા હોય, જે CGDCR પ્રમાણે મહત્તમ મળવાપાત્ર FSI કરતા 50% વધારે FSI થતી હોય, પ્લોટની હદની બહાર નીકળતા પ્રોજેક્ટ, પાણી પુરવઠા, ગટર વ્યવસ્થા, પાણીના નિકાલ, ઈલેક્ટ્રિક લાઈન ગેસ લાઈન અને જાહેર ઉપયોગની સેવા પર ઉભા કરેલા બાંધકામો કાયદેસર કરી શકાશે નહીં.

જે ગેરકાયદેસર બાંધકામો ઈમ્પેક્ટ ફી ભર્યા પછી કાયદેસર કરવામાં આવશે તેમાં માર્જિન, બીલ્ટઅપ, મકાનની ઊંચાઈ, ઉપયોગમાં ફેરફાર, કવર્ડ પ્રોજેક્શન, પાર્કિંગ (ફક્ત 50% માટે ફી લઈને નિયમબદ્ધ થઈ શકશે) સેનિટરી સુવિધા સુવિધા નિયમબદ્ધ કરી શકાશે.

LEAVE A REPLY