ઇસ્ટ લંડનના ઇલફર્ડમાં એક શંકાસ્પદ ડ્રગ ડેન પર કરાયેલા ગોળીબારમાં બે વ્યક્તિના મોત થયા હતા અને ત્રીજો ગંભીર રીતે ઘાયલ થયો હતો. માસ્ક પહેરેલા હત્યારાઓએ ટ્રિપલ શૂટિંગને છુપાવવા ફટાકડાનો ઉપયોગ કર્યો હતો. માસ્ક પહેરેલા હુમલાખોરો સાયકલ પર આવ્યા હતા.
તા. 25ની સવારે 12.16 વાગ્યે સશસ્ત્ર પોલીસને હેનલી રોડ પર બોલાવવામાં આવી હતી. 23 વર્ષની વયના એક વ્યક્તિનું ઘટનાસ્થળે મૃત્યુ થયું હતું અને 30 વર્ષના અન્ય એક વ્યક્તિનું થોડા સમય પછી મૃત્યુ થયું હતું. ત્રીજો 30 વર્ષનો માણસ “ગંભીર સ્થિતિમાં” હોસ્પિટલમાં છે. કોઈની ધરપકડ કરવામાં આવી નથી. બે મૃત પુરુષોના નામ સ્થાનિક રીતે શિફ્ટી અને ગિડી છે જેઓ સોમાલી મૂળના હોવાનું કહેવાય છે.
લંડનના મેયર સાદિક ખાને બેવડી હત્યાને “દુ:ખદ” ગણાવી હતી. રેડબ્રિજ કાઉન્સિલના નેતા જસ અટવાલે જણાવ્યું હતું કે તેઓ માને છે કે “હુમલાખોરો અને પીડિતો એકબીજાને ઓળખતા હતા”.