(Photo by STR/AFP via Getty Images)

બોલિવૂડ અભિનેત્રી ઇલિયાના ડિક્રૂઝે શનિવારે પુત્રને જન્મ આપ્યો હતો. આ ખુશખબરી તેને સોશિયલ મીડિયામાં આપી હતી. અગાઉ ઈલિયાના બોયફ્રેન્ડ સાથે લગ્ન કર્યા વગર પ્રેગ્નેન્ટ થતાં ખૂબ કોન્ટ્રોવર્સી થઈ હતી અને તે ટ્રોલિંગનો શિકાર પણ બની હતી. નરગિસ ફખરી, આથિયા શેટ્ટી, આસ્થા શર્મા, ડબ્બૂ રત્નાની, આશિ દુઆ, હુમા કુરૈશી તેમજ કરણવીર શર્મા સહિતના બોલિવૂડના સમિત્રોએ ઈલિયાનાને અભિનંદન પાઠવ્યા હતા.

ઈલિયાના ડિક્રૂઝે પ્રેગ્નેન્સીની જાહેરાત કરી ત્યારથી તેના આવનારા બાળકનો પિતા કોણ છે તે અંગે ઘણા સવાલ ઉઠી રહ્યા હતા. એક્ટ્રેસનું નામ પહેલા કેટરીના કૈફના ભાઈ સ્ટેબસ્ટિયન લૌરેંટ માઈકલ સાથે લિંક થયું હતું. ત્યારે આ બાળક તેનું જ હશે તેવી અટકળો હતી. પરંતુ જુલાઈ મહિનાના મધ્યમાં ઈલિયાનાએ બોયફ્રેન્ડ સાથેની ડિનર ડેટની તસવીરો શેર કરીને આ અફવા પર પૂર્ણવિરામ મૂક્યું હતું.

મીડિયાના રીપોર્ટ મુજબ એક્ટ્રેસના બોયફ્રેન્ડનું નામ માઈકલ ડોલન છે. બંને આ વર્ષના 13 મેના રોજ વેડિંગ કરી લીધા હતા. ઈલિયાના છેલ્લે બાદશાહ સાથે આલ્બમ સોન્ગ ‘સબ ગઝબ’માં દેખાઈ હતી

 

LEAVE A REPLY