ઇન્સ્પાયરીંગ ઇન્ડિયન વીમેન – IIW દ્વારા 15મી માર્ચના રોજ હાઉસ ઓફ પાર્લામેન્ટમાં   શક્તિથી ભરપૂર ગૌરવપૂર્ણ દિવસે વૈશ્વિક સ્તરે મહિલાઓને મજબૂત બનાવવા IIW શી ઇન્સ્પાયર એવોર્ડ્ઝ એનાયત કરાયા હતા.

IIWની ટીમના સારિકા હાંડા, શિતલ કામદાર, ચિનુ કિશોર, શિપ્રા ગોમ્સ, સીમા ખંડેલવાલ, તેજલ શાહ, સુધા રાવત, સંધ્યા રાવત, મિલા, લોરેન, ગીતા ચૌધરી, સોનિયા લ્યુથર, સ્ટુડન્ટ ઈન્ટર્ન રમીલા ચૌધરી, પૂર્વજીતસિંહ ઝાલા, રિંકી જોષી, નિયતિ નાગડાએ આ કાર્યક્રમને પાર પાડ્યો હતો. આ કાર્યક્રમને યોર્કશાયર ઇન્ડિયન બિઝનેસ નેટવર્ક (YIBN) દ્વારા સમર્થન મળ્યું હતું.

કાર્યક્રમનું આયોજન સાંસદ પદ્મશ્રી બોબ બ્લેકમેને કર્યું હતું. મુખ્ય અતિથિઓ તરીકે સાંસદ થેરેસા વિલિયર્સ, સાંસદ જોય મોરિસી, લોર્ડ ડોલર પોપટ, લોર્ડ રેમી રેન્જર, યુકેમાં ભારતના હાઈ કમિશનના ફર્સ્ટ સેક્રેટરી ઓવેસા ઈકબાલ, તુલસી વાગજિયાની, સીઈઓ એનફિલ્ડ સહેલી ક્રિષ્ના પુજારા, રાગા ઓલ્ગા, નિકોલા, વોરંટ ઓફિસર અશોક ચૌહાણ અને બ્રિટિશ આર્મી તરફથી વેન્ડી ફોક્સ ઉપસ્થિત રહ્યા હતા.

IIW ધર્મા દુબે એવોર્ડ વિજેતાઓમાં સર્વ શ્રીમતી સોનુ મલકાણી, સંજના કરનાની, પુષ્પા મકવાણા, ચારુલ ગુપ્તા, અપરૂપા ડે, શશી માથુર, હર્ષા ત્રિવેદી, કાકોલી બિસ્વાસ, સંગીતા પાંડે, કલા કેરાઈ, ઈન્દ્રપાલ ઓહરી ચંદેલ સહિત અન્યોને એવોર્ડ અપાયા હતા.

કવિતા વરુ, સના કારદાર, જ્યોતિર્મય ઠાકુર, શલ્લુ ગુપ્તા, રુન્નન નાધવજલા, વંદના ખુરાના, મીના જસાણી, રેણુકા નાદરાજન, રૂપાલી શ્રીવાસ્તવ, સ્મિતા સોંથલિયા, સંગીતા વેધરલી, ડૉ. શોભા શિવરામકૃષ્ણન, ભાવિની શેઠ, ઇરાવતી મુલમુલે, સ્નેહા મ્હેત્રે મનગુલી સહિત અન્ય મહિલાઓને IIW શી ઇન્સ્પાયપર એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા.

LEAVE A REPLY