(ANI Photo)

અબુ ધાબીમાં યોજાયેલા આઇફા એવોર્ડ 2023 સમારંભમાં અજય દેવગણ અભિનીત “દ્રશ્યમ 2″ને શ્રેષ્ઠ ફિલ્મનો પુરસ્કાર મળ્યો હતો. આલિયા ભટ્ટ અને રિતિક રોશનને અનુક્રમે શ્રેષ્ઠ અભિનેત્રી અને શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ મળ્યો હતો. નિર્માતા ભૂષણ કુમાર અને કુમાર મંગતે”દ્રશ્યમ 2” માટે શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ સ્વીકાર્યો હતો. આ ફિલ્મને બેસ્ટ એડેપ્ટેડ સ્ટોરીનો એવોર્ડ પણ મળ્યો હતો.

આલિયા ભટ્ટને સંજય લીલા ભણસાલીની ગંગુબાઈ કાઠિયાવાડીમાં ભૂમિકામાં આ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. રણબીર કપૂર અને આલિયા ભટ્ટ અભિનીત ‘બ્રહ્માસ્ત્રઃ પાર્ટ વન શિવ’એ આ વર્ષે સૌથી વધુ એવોર્ડ મેળવ્યા હતા. આ ફિલ્મ માટે શ્રેયા ઘોષાલને બેસ્ટ પ્લેબેક સિંગર, અરિજિત સિંહ બેસ્ટ પ્લેબેક સિંગર, અમિતાભ ભટ્ટાચાર્ય બેસ્ટ લિરિસિસ્ટ અને મૌની રોયને બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો હતો.

અભિનેતા અનિલ કપૂરને ફિલ્મ ‘જુગ જગ જીયો’ માટે શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો એવોર્ડ મળ્યો હતો. અભિનેતા આર. માધવનને તેની પ્રથમ દિગ્દર્શક ફિલ્મ ‘રોકેટરીઃ ધ નામ્બી ઈફેક્ટ’ માટે શ્રેષ્ઠ દિગ્દર્શકનો એવોર્ડ મળ્યો હતો. પરવેઝ શેખ અને જસમીત રીને ‘ડાર્લિંગ’ માટે બેસ્ટ ઓરિજિનલ સ્ટોરીનો એવોર્ડ મળ્યો હતો દિવંગત બોલિવૂડ એક્ટર ઈરફાન ખાનના પુત્ર બાબિલ ખાનને ફિલ્મ ‘કાલા’ માટે બેસ્ટ ડેબ્યુ એક્ટરનો એવોર્ડ મળ્યો હતો. તેણે ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ અભિનેતા શાંતનુ મહેશ્વરી સાથે એવોર્ડ શેર કર્યો. અભિનેત્રી ખુશાલી કુમારને ‘ધોખા અરાઉન્ડ ધ કોર્નર’ માટે બેસ્ટ ડેબ્યુ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો હતો.

LEAVE A REPLY