કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઈન્ડસ્ટ્રી રીસર્ચના (સીએસઆઈઆર) ઈન્સ્ટિટ્યુટ ઓફ જીનોમિક્સ એન્ડ ઈન્ટિગ્રેટિવ બાયોલોજીએ કોરોના વાયરસ માટે બિલકુલ ઓછી કિંમતે થઈ શકે તેવો કોરોના વાયરસનો ટેસ્ટ તૈયાર કર્યો છે. આ ટેસ્ટમાં રોગને શોધવા માટે કોઈ જ કિંમતી મશિનનો ઉપોયગ નથી કરવામાં આવતો.
આઈજીઆઈબીના ડાયરેક્ટર અનુરાગ અગ્રવાલે માહિતી આપતા જણાવ્યું હતું કે, ક્લિનિકલ સેમ્પલમાં સાર્સ-coV2ની હાજરીને શોધવા માટે સરળ રીતે આ ટેસ્ટને તૈયાર કરાયો છે. આ ટેસ્ટ દેબોજ્યોતિ ચક્રવર્તી અને સૌવિક મેઈતિએ તૈયાર કર્યો છે અને વિખ્યાત ફિલ્મમેકર સત્યજીત રેની વાર્તાના જાસૂસ પાત્ર ફેલુદાના નામ પાછળ આ ટેસ્ટનું નામ રાખવામાં આવ્યું છે. સીએસઆઈઆર કેન્દ્રીય વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રાલય હેઠળનો વિભાગ છે. આ ટેસ્ટ પણ નોર્મલ રીઅલ ટાઈમ રિવર્સ ટ્રાન્સ્ક્રિપ્શન-પોલીમરેઝ ચેન રીએક્શન (RT-PCR)ની જેમ શરૂ થાય છે જે રિબોન્યુક્લિક એસિડ (આરએનએ)નું નિષ્કર્ષણ છે અને તેનું ડિઓક્સિરીબોનોયુક્લીક એસિડ (ડીએનએ)માં રૂપાંર થાય છે, એમ અગ્રવાલે જણાવ્યું હતું.
ત્યારબાદ ખાસ રચાયેલ પીસીઆર પ્રતિક્રિયાનો ઉપયોગ કરીને વાયરલ ન્યુક્લિક એસિડ ક્રમના કોઈ ભાગને વિસ્તૃત કરવા માટે અલગ પડે છે. પછી આઇજીઆઇબી ખાતે વિકસિત એક ખૂબ જ ચોક્કસ 8 સીઆરઆઈએસપીઆર, એફએનસીએએસ 9ને આ શ્રેણી સાથે જોડવામાં આવે છે. આ નવીન રસાયણને એક ગાળની પટ્ટીનો ઉપયોગ કરાતા, સુકાયેલો ભાગ પોઝિટિવ બેન્ડ દર્શાવે છે. જે પ્રકારે પ્રેગનન્સી ટેસ્ટમાં જોવા મળે છે તેમ જ આ ટેસ્ટમાં પણ પરિણામ મળે છે. આ ટેસ્ટમાં એક કલાકમાં જ પરિણામ મળી શકે છે.
હાલમાં થઈ રહેલા RT-PCR ટેસ્ટમાં RNAને વિશિષ્ટ પદ્ધતિ દ્વારા DNAમાં તબદીલ કરવામાં આવે છે અને તેના માટે મોંઘા રીઅલ ટાઈમ પીસીઆર મશિનની જરૂર પડે છે. નિયમનકારી સંસ્થા દ્વારા તમામ મંજૂરીને આધિન આ ઓછી કિંમતના ટેસ્ટનું વ્યવસાયિક વેચાણ શરૂ થશે તો લોકસ પેથોલોજી લેબમાં પણ કોરોનાનું પરિક્ષણ શક્ય બનશે.આ ટેસ્ટનું નામ ફેલુદા શા માટે રખાયું તેવું પૂછતા અગ્રવાલે કહ્યું કે કેલિફોર્નિયા અને બર્કલી ખાતે પણ CRSIPRના ઉપયોગ વડે અલગ ટેક્નોલોજી દ્વારા આ પ્રકારના ટેસ્ટ વિકસાવવામાં આવ્યા છે. તેઓએ અનુક્રમે ‘ડીટેક્ટોર’ અને ‘શેરલોક’ નામ આપ્યા છે જેથી અમે પણ ભારતીય આવૃતિને જાસૂસ પાત્ર સાથે મળતું નામ આપ્યું છે.