one word name in the passport, you will not get entry into UAE

જે લોકો અટક સહિત પોતાનું પુરૂં નામ લખવાનો આગ્રહ નથી રાખતા તેમના માટે યુનાઇટેડ આરબ અમિરાત (યુએઇ)માં પ્રવેશ મેળવવો અઘરો બની ગયો છે. અમિરાતના નવા નિયમ પ્રમાણે સિંગલ નેઇમ એટલે કે પુરૂં નામ ન હોય એવા લોકોને યુએઇમાં પ્રવેશ નહી મળે. એર ઇન્ડિયા અને એઆઇ એક્સપ્રેસે આ નિયમ મુજબ નવી એડવાઇઝરી જારી કરી છે.

નવો નિયમ તાત્કાલિક ધોરણે અમલી બનાવવામાં આવ્યો છે. બીજી એરલાઇન્સ પણ તેને અનુસરે તેમ માનવામાં આવે છે. એર ઇન્ડિયા અને એઆઇ એક્સપ્રેસે નેમ એજ એપીયરિંગ ઓન પાસપોર્ટ ફોર ટ્રાવેલ ટુ યુએઇના નામે સરક્યુલર જારી કર્યા છે. આ પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે નેશનલ એડવાન્સ ઇન્ફોર્મેશન સેન્ટર મુજબ યુએઇની નવી ગાઇડલાઇન તાત્કાલિક ધોરણે અમલી બનાવવામાં આવી છે. આ નવા નિયમ મુજબ કોઈપણ પાસપોર્ટ ધારકનું સિંગલ નામ નહીં સ્વીકારાય.

આ પ્રકારનું કોઈપણ નામ હોય તો તેને આઇએનએડી માનવામાં આવશે. આઇએનએડીનો અર્થ થાય છે ઇનએડમિસેબલ પેસેન્જર. આ શબ્દનો અર્થ થાય છે કે આ વિમાન પ્રવાસીને કોઈપણ દેશની યાત્રા કરવા ન દેવી. આ પ્રકારના પ્રવાસીઓને ત્યાં જ પરત મોકલાય છે જ્યાંથી તે આવ્યા હોય છે.

આ પરિપત્રમાં ઉદાહરણ પણ આપવામાં આવ્યું છે. ઉદાહરણ તરીકે જોઈએ તો કોઈનું નામ કે સરનેમ રમેશ છે. હવે જો નામની સામે રમેશ શબ્દ લખવામાં આવ્યો હોય તો તેનો અર્થ એવો થાય કે તેની સરનેમ લખાઈ નથી અને સરનેમમાં આ શબ્દ લખવામાં આવ્યો હોય તો તેનો અર્થ એમ થાય કે નામ લખાયું નથી. આમ હવે જો રમેશ મુખ્ય નામ હોય અને કુમાર સરનેમ હોય તો તેને મંજૂરી મળશે.

આ નવો નિયમ વિઝિટર વિઝા પર આવતા, વિઝા ઓન એરાઇવલ પર આવતા કે રોજગાર માટે આવતા કે ટેમ્પરરી વિઝા ધરાવનારાઓને જ લાગુ પડશે. યુએઇના રહેવાસીઓ અને યુએઇ રેસિડેન્ટ કાર્ડ હોલ્ડરોને તે લાગુ નહી પડે.

LEAVE A REPLY