BJP comes to power in Telangana
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ (PTI Photo)

કેન્દ્રીય ગૃહપ્રધાન શાહે તેલંગણામાં ‘વિજય સંકલ્પ સભા’માં જણાવ્યું હતું કે તેલંગાણામાં ભાજપ સત્તા પર આવશે તો મુસ્લિમોની અનામત દૂર કરાશે. ચાલુ વર્ષે રાજ્યમાં વિધાનસભા ચૂંટણી થવાની છે ત્યારે સત્તા પક્ષ સામે ભાજપે અત્યારથી આક્રમક પ્રચાર શરૂ કરી દીધો છે.

અમિત શાહે કહ્યું હતું કે તેલંગાણાની BRS (ભારત રાષ્ટ્ર સમિતિ) સરકારની ઘડીઓ ગણાઈ રહી છે. તે રાજ્યમાં છેલ્લા ૮-૯ વર્ષથી ભ્રષ્ટ સરકાર ચલાવી રહ્યા છે. BRS અને KCR (કે ચંદ્રશેખર રાવ) સામેનો આક્રોષ સમગ્ર વિશ્વ જોઈ રહ્યું છે.

ગૃહપ્રધાને જણાવ્યું હતું કે તેલંગાણાની કે ચંદ્રશેખર રાવ સરકારના પતનનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે અને વર્તમાન BRS સરકાર હટશે નહીં ત્યાં સુધી ભાજપની લડાઇ અટકશે નહીં તેલંગાણામાં ભાજપની સરકાર બનશે અને ભ્રષ્ટાચારીઓને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવશે. KCRએ તાજેતરમાં પક્ષનું નામ બદલીને BRS કરવા અંગે શાહે જણાવ્યું હતું કે, “તેલંગાણાના લોકો તમારો (KCR) સાચો ચહેરો અને તમારા પરિવારના ભ્રષ્ટાચારને ઓળખી ગયા છે. તેમણે લોકોનું ધ્યાન અન્યત્ર વાળવા TRSનું નામ બદલી BRS કર્યું છે.

LEAVE A REPLY