મહેસાણામાં IELTSની પરીક્ષામાં કૌભાંડમાં પોલીસે 45 લોકો સામે ફરિયાદ દાખલ કરી હતી. આ કૌભાંડની લાંબી તપાસ બાદ પોલીસ ફરિયાદ દાખલ કરી હતી. મહેસાણા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 45 શખસો વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ હતી. પોલીસ તપાસમાં કેટલાંક ચોંકાવનારા ખુલાસા પણ થયા હતા.
મહેસાણામાં IELTSની પરીક્ષામાં ઊંચા બેન્ડ મેળવીને ચાર યુવકોને અમેરિકા મોકલવામાં આવ્યા ત્યારે આ કૌભાંડ બહાર આવ્યું હતું. ઉમેદવારો પાસેથી પૈસા લઇને આ પરીક્ષમાં ઉંચા બેન્ડ આપવામાં આવતા હતા. અંગ્રેજી ન આવડતું હોય તેવા ઉમેદવારોને આ પરીક્ષામાં 8 બેન્ડ જેટલાં ઊંચા બેન્ડ મળ્યા હતા. ચાર વિદ્યાર્થીઓ પાસે IELTSના ફોર્મ ઈ-મેલથી ભરાવવામાં આવ્યા હતા. સાથે જ ગ્રેજ્યુએશનના નકલી દસ્તાવેજ બનાવીને નવસારીમાં ખોટી રીતે પરીક્ષા આપી હતી.