વિશ્વનું સૌથી લાંબા સમયથી સતત ચાલતું એક્ઝિબિશન, આઈડીયલ હોમ શો આ વર્ષે પણ લંડનમાં ઓલિમ્પિઆ ખાતે આગામી તા. 27 માર્ચને શુક્રવારથી શરૂ થશે અને તો સોમવાર, 13 એપ્રિલ સુધી ચાલશે. આ વર્ષે શોની વિશિષ્ટતા એ છે કે, તેના ઈતિહાસમાં સૌપ્રથમવાર આઈટીવી દ્વારા શો સપોર્ટ કરાશે. શોમાં 600થી વધુ એક્ઝિબિટર્સ અનેક નવી જ પ્રોડક્ટ્સ પ્રસ્તુત કરશે અને રજૂ થનારી પ્રોડક્ટ્સમાં ઈન્ટિરિયર, હોમવેર, સ્ટાઈલ તથા ગાર્ડનવેરનો સમાવેશ થાય છે. એક્સપર્ટ્સ અને સેલિબ્રિટી ગેસ્ટ્સ અનેકવિધ મુદ્દાઓ વિષે સ્ટેજ ટોક્સ તથા ડેમોન્સ્ટ્રેશન્સ પણ રજૂ કરશે.
ભાગ લેનારા એક્સપર્ટ્સ અને સેલિબ્રિટીઝમાં એલન ટિકમાર્શ, રીચાર્ડ આર્નોલ્ડ, ફિલ સ્પેન્સર, લિસા સ્નોડેન, લિસા ફોકનર, જ્હોન ટોરોડ, મેટ ટેબટ, ઓલી સ્મિથ, નીલ રૂડોક, જ્યોર્જ ક્લાર્ક તથા ડીન એડવર્ડ્ઝનો સમાવેશ થાય છે.
શોમાં ઘરના વિવિધ ઉપયોગો ઉપરાંત ઓફિસ પણ સ્પેસ મેક્સિમાઈઝિંગના આઈડીયાઝનો સમાવેશ રહેશે. ઘર માટે વિવિધ ડેકોરેટિંગ આઈડીયાઝ તથા કિચન અને બાથરૂમ ટ્રેન્ડ્સનો પણ સમાવેશ થાય છે. તેની મુખ્ય થીમ્સ માઈક્રો લિવિંગ, સ્માર્ટ ટેકનોલોજી અને બેસ્ટ ઓફ બ્રિટિશ છે.
શોની સાથે સાથે મુલાકાતીઓને કોઈ વધારાના ચાર્જ વિના બાજુમાં જ આવેલા ઈટ એન્ડ ડ્રિંક ફેસ્ટીવલની મુલાકાત લેવાની તથા વિવિધ વાનગીઓ માણવાની તક પણ મળશે. શોની મુલાકાત લેવા ઈચ્છતા લોકોને “અર્લી બર્ડ ઓફર” સમયગાળા દરમિયાન આઈડીયલ હોમ શોની વેબસાઈટ https://www.idealhomeshow.co.uk/ ઉપરથી ફક્ત £10 ની કિમતે ટિકિટ્સ મળી શકશે. તે ઉપરાંત શોના સ્થળે પણ ટિકિટ્સ મળશે અને એડવાન્સમાં ટિકિટ લેવા ઈચ્છતા લોકોને તેઓ અગાઉથી ખરીદે તો ચોક્કસ ડિસ્કાઉન્ટથી પણ ટિકિટ્સ મળશે.
ટિકિટ લીધેલી હોય તેવા એડલ્ટ મુલાકાતીઓ સાથે હોય તો 15 વર્ષ કે તેથી ઓછી ઉમરના વધુમાં વધુ બે બાળકોને માટે ટિકિટ લેવાની રહેશે નહીં.
‘ગરવી ગુજરાત’ના વાચકો માટે કોમ્પિટિશન
‘ગરવી ગુજરાત’ના વાચકો માટે એક સ્પેશિયલ કોમ્પિટિશન રાખવામાં આવી છે, જેમાં પાંચ વ્યક્તિને સપ્તાહના કામકાજના સામાન્ય દિવસ (વીક ડેઝ) માટેની કોઈ એક દિવસની બે ટિકિટ દરેકના ફ્રી મળી શકશે. વિજેતાએ આઈડીયલ હોમ શોની પીઆર એજન્સી “રેડી10” નો સંપર્ક કરી બુધવાર, 25મી માર્ચ સુધીમાં પોતાની ટિકિટ કન્ફર્મ કરાવી લેવાની રહેશે. સંપર્ક ફોન નં. +44 (0)20 3897 0333 ઉપર અથવા idealhomeshow@ready10.media ખાતે થઈ શકશે.
વિજેતાને ફક્ત ફ્રી ટિકિટ મળશે, એક્ઝિબિશનના સ્થળે આવવા-જવાનો ટ્રાન્સપોર્ટ ખર્ચ તેમણે પોતે કરવાનો રહેશે. વિજેતાએ તેના નક્કી કરેલા દિવસે પોતાનું વેલિડ ફોટોગ્રાફિક આઈડી રજૂ કરી શોના સ્થળે ટિકિટ ઓફિસ ખાતેથી પોતાની ફ્રી ટિકિટ મેળવી લેવાની રહેશે. આ ફ્રી ટિકિટનું ઈનામ ટ્રાન્સફરેબલ નથી અને વિજેતાને તેમણે નક્કી કરેલા દિવસે જ તેનો લાભ મળશે. તે ટિકિટ ફરીથી વેચી પણ શકાશે નહીં. કોમ્પિટિશનમાં ભાગ લેવા માટે વાચકોએ પોતાનું નામ, ફોન નં. અને પોતે કોમ્પિટિશનમાં ભાગ લેવા ઈચ્છે છે તેવું દર્શાવતો ઈમેઈલ ‘ગરવી ગુજરાત’ ઓફિસમાં <daksha.ganatra@amg.biz> ને મોકલવાનો રહેશે.
