સાબરકાંઠા જિલ્લાના ઐતિહાસિક ઇડર ગઢમાં ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિના વિરોધમાં સ્થાનિક લોકોએ આંદોલન ચાલુ કર્યું છે અને આ પ્રવૃત્તિના વિરોધમાં ગુરુવારે ઇડર સ્વંયભૂ બંધ રહ્યું હતું.
અગાઉના આંદોલન બાદ સરકારે ઇડર ગઢમાં ખનન પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂક્યો છે, પરંતુ હવે પાછલે બારણે લીઝ માલિકો સક્રિય બન્યા છે અને વહીવટી તંત્રની રહેમ નજર હેઠળ પથ્થરોનું કટિંગ કરી રહ્યા છે. આ ખનન રોકવા ગયેલા ‘ગઢ બચાવો સમિતિ’ના સભ્યો અને સ્થાનિકો સક્રિય બન્યાં હતા.
ઈડર બંધને કોંગ્રેસે પણ પણ પોતાનું સમર્થન આપ્યું હતું. ઈડરના તમામ સંગઠનો, વેપારી એસોસિએશન, માર્કેટ યાર્ડ, બાર એસોસિયેશન સહિત અનેક સમાજ દ્વારા પણ બંધને ટેકો આપવામાં આવ્યો હતો.સરકાર સમક્ષ અનેક રજૂઆતો કરવા છતાંય ખનન બંધ ના થતા હવે સ્થાનિકો અને “ગઢ બચાવો સમિતિ” પોતે જ મેદાને ઉતર્યા છે અને ફરીથી આંદોલનોની શરૂઆત થઈ છે.