ન્યૂઝીલેન્ડમાં યોજાનારા મહિલા વન-ડે વર્લ્ડ કપ માટેની ભારતીય ટીમની જાહેરાત થઈ ગઈ છે. મિતાલી રાજની કેપ્ટન્સી હેઠળની ટીમમાં વાઈસ કેપ્ટન હરમનપ્રીત કૌર રહેશે.
ટીમમાં શેફાલી વર્મા, સ્મૃતિ મંધાના સહિતના ખેલાડીઓને તક મળી છે, તો નબળા ફોર્મના કારણે જેમીમા રોડ્રિગ્યુઝ અને શિખા પાંડેને પડતા મુકાયા છે. ૬ઠ્ઠી માર્ચથી મહિલા વન-ડે વર્લ્ડ કપ શરૂ થશે. તે અગાઉ ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ સામે પાંચ વન-ડેની સીરીઝ ૧૧ થી ૨૪ ફેબુ્આરી દરમિયાન રમશે. ન્યુઝીલેન્ડ પ્રવાસમાં ભારત ૯ ફેબુ્આરીએ એકમાત્ર ટી-૨૦ મેચ પણ રમશે.
મહિલા વન-ડે વર્લ્ડ કપ છેલ્લે ૨૦૧૭માં રમાયો હતો. ભારતે તેમાં શાનદાર દેખાવ સાથે રનર્સ અપ રહ્યું હતું. ફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે માત્ર નવ રને ટીમનો પરાજય થયો હતો.
ભારતની વર્લ્ડ કપ અને ન્યૂઝીલેન્ડ સામેની સીરીઝ માટેની ટીમ: મિતાલી રાજ (કેપ્ટન), હરમનપ્રીત કોર (વાઈસ કેપ્ટન), સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, યસ્તિકા ભાટિયા, દીપ્તિ શર્મા, રીચા ઘોષ (વિ.કી.), સ્નેહ રાણા, ઝુલન ગોસ્વામી, પૂજા વસ્ત્રાકર, મેઘના સિંઘ, રેણુકા ઠાકુર, તાન્યા ભાટિયા (વિ.કી.), રાજેશ્વરી ગાયકવાડ અને પૂનમ યાદવ.