વિશ્વભરમાં સાઇબર ક્રાઇમના અનેક કિસ્સા નોંધાય છે. હવે વૈશ્વિક સ્તરે ક્રિકેટ ક્ષેત્રની સૌથી મોટી અને મહત્ત્વની એવી ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી) પણ તેનો ભોગ બની છે. સૂત્રોના જણાવ્ય પ્રમાણે આઇસીસીને સાયબર ક્રાઇમ એટેકમાં 25 લાખ ડોલર ગુમાવ્યા હોવાનું કહેવાય છે. આ ઠગાઇ અમેરિકામાંથી થઇ હોવાનું તપાસબહાર આવ્યું છે અને તે ગત વર્ષે બનેલી આ ઘટના હવે બહાર આવી છે. હોવાનો ખુલાસો છેક હવે થયો છે.
ભેજાબાજ ઠગોએ ઇ-મેઇલ એકાઉન્ટ કોમ્પ્રોમાઇઝ તરીકે ઓળખાતાં બિઝનેસ ઇ-મેઇલ કોમ્પ્રોમાઇઝ દ્વારા ઠગાઇ કરી હતી. અમેરિકાના ફેડરેલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન દ્વારા તેને આર્થિક સૌથી વધુ મોટી ઓનલાઇન ક્રાઇમ્સમાં પૈકીની એક ઠગાઇ જાહેર કરવામાં હતી. રિપોર્ટમાં જણાવાયું છે કે આ અંગેની તપાસ ચાલી રહી છે. હાલના તબક્કે કંઇપણ બોલવાનો ઇનકાર કરતી આઇસીસીએ અમેરિકામાં એફબીઆઇને ફરિયાદ કરી છે. કૌભાંડીઓએ દુબઇમાં હેડ ઓફિસમાં કોઇની સાથે સીધી રીતે ડીલ પાર પાડી હતી કે કોઇ વેન્ડર કે કન્સલ્ટન્ટને લક્ષ્યાંક બનાવ્યા હતા તે અંગે પણ તપાસ થઇ રહી છે. તેમણે આઇસીસીના ખાતામાંથી ખરેખર ક્યાં રૂટથી નાણા ટ્રાંસફર કરાયા છે તેની પણ તપાસ થઇ રહી છે.