બોલીવૂડમાં સફળતાનું બીજું નામ અક્ષયકુમાર છે એવું કહેવાય છે. અક્ષયકુમાર એક પછી એક ફિલ્મો આપી રહ્યા છે. ગત ત્રણ મહિનાઓમાં અક્ષયકુમારે બે ફ્લોપ ફિલ્મો આપી છે. આગળ તેની પાસે નવી નવ ફિલ્મોના પ્રોજેક્ટ ચાલી રહ્યા છે. તાજેતરમાં જ અક્ષયકુમારની એક ફિલ્મનું ટ્રેલર લોન્ચ થયું છે, આ દરમિયાન મીડિયા સાથેની વાતચીતમાં અક્ષયકુમારે જણાવ્યું હતું કે, તેની જે ફિલ્મો ફ્લોપ ગઇ છે તેની માટે તે પોત જવાબદાર છે.
અક્ષયકુમારે વધુમાં હ્યું કે, ‘જો ફિલ્મ નથી ચાલતી, તો તેની જવાબદારી મારે લેવી જોઈએ અને હું લઉં પણ છું. હું મારી બાબતોમાં ફેરફાર કરીશ અને તેના પર ધ્યાન આપીશ કે, અંતે મારે કેવી ફિલ્મોમાં કામ કરવું જોઈએ? મારે કેવી રીતની સ્ક્રીપ્ટ્સની પસંદગી કરવી જોઈએ? જેથી મારા દર્શકો મને પસંદ કરી શકે. બોક્સ ઓફિસ પર પણ ફિલ્મો સારું પરફોર્મ કરી શકે. કારણ કે, હું વિચારું છું કે, જો હું કોઈ ફિલ્મ કરી રહ્યો છું, તેમાં હું લીડ રોલ પ્લે કરી રહ્યો છું, તો તેની સંપૂર્ણ જવાબદારી મારા પર આવે છે.’
OTT પ્લેટફોર્મ પર ફિલ્મો કેટલું પરફોર્મ કરી શકે છે, થીયેટર્સથી વધારે? આ પ્રશ્નનો જવાબ આપતા અક્ષયકુમારે કહ્યું કે, બંનેના દર્શકો જુદા છે. બંને જગ્યાએ લોકો પાસે એવું કહેવાનો અધિકાર છે કે, તેમને ફિલ્મ પસંદ આવી કે નહીં. OTT પર પણ તમારી ફિલ્મ જાય છે, રીલિઝ થાય છે, લોકો તેને જુએ છે, મીડિયા જુએ છે, ક્રિટીક્સ તે ફિલ્મને જુએ છે, તેઓ પોતાનો ઓપનીયન આપે છે કે, તેમને ફિલ્મ પસંદ આવી કે નહીં અને મારા માટે થીએટર અને OTT પ્લેટફોર્મ બંને જગ્યાના ફિલ્મ રીવ્યૂ મહત્વના છે. તમારે ફિલ્મમાં મહેનત કરવાની હોય છે અને માત્ર આ જ એક રીત છે, જ્યારે તમે એક્ટીવ રહી શકો છો. તમને લોકોના ફિલ્મો અંગેના ટેસ્ટ પણ આ માધ્યમથી ખબર પડશે.
અક્ષયકુમારની નવી ફિલ્મોની વાત કરવામાં આવે તો આમાં ‘જોલી LLB 3’, ‘કેપ્સૂલ ગિલ’, ‘બડે મિયાં છોટે મિયાં’, ‘ગોરખા’, સૂરારાઇ પોટ્ટુરની હિન્દી રીમેક, ‘OMG 2’ અને ‘સેલ્ફી’ શામેલ છે. અત્યાર સુધી રીલિઝ થયેલી ફિલ્મોની વાત કરવામાં આવે તો ‘સમ્રાટ પૃથ્વીરાજ’ અને ‘રક્ષાબંધન’ બંને ફિલ્મો બોક્સ ઓફીસ પર ફ્લોપ રહી છે, બંને ફિલ્મો અપેક્ષા પ્રમાણે કમાણી કરવામાં નિષ્ફળ રહી છે.