જાણીતી ગાયિકા નેહા કક્કરે તેની ગાયકીના કારણે બોલીવૂડમાં પોતાનું સ્થાન જમાવ્યું છે. તે ઘણા સમયથી રિયાલિટી શો- ઈન્ડિયન આઈડલમાં જ્યૂરીની ભૂમિકા ભજવે છે. તે ઘણીવાર શોમાં ભાગ લઇ રહેલા લોકોના દુઃખદ કિસ્સા સાંભળીને વ્યથિત થઇ જાય છે અને આવા એપિસોડ જોઇને દર્શકો પણ તેના પ્રત્યે લાગણી દર્શાવે છે. બીજી બાજુ, તેની આવી ટેવના કારણે તેને ઘણીવાર ટ્રોલ પણ થવું પડ્યું છે અને તેના અનેક મીમ્સ સોશિયલ મીડિયા પર પણ વાઇરલ થાય છે.
આ અંગે નેહાનું કહે છે કે, મને ખ્યાલ છે કે મારી મજાક ઉડાડવામાં આવે છે પણ મને તેનાથી ફર્ક નથી પડતો. મને ખોટા આંસુ લાવતા આવડા નથી. જીવનમાં બીજાની તકલીફ જોઇને લાગણીશીલ થનાર લોકો ખૂબ જ ઓછા હોય છે અને હું તેમાંથી એક છું અને મને તેનું ગૌરવ પણ છે.
તેણે વધુમાં જણાવ્યું હતું કે, આ શોમાં કોઈ સ્ક્રિપ્ટ નથી હોતી. અમે કોઈ ડ્રામા નથી કરતા. દરેક વ્યક્તિ સારી પરિસ્થિતિમાંથી જ આગળ આવે છે તેવું નથી. અનેક લોકો પીડા ભોગવીને આગળ વધવાનો પ્રયાસ કરે છે અને તેમનો સંઘર્ષ સાંભળીને કુદરતી રીતે લાગણીશીલ બની જવાય છે.