પંજાબના જલંધર જિલ્લામાં મંગળવાર 18 ઓક્ટોબરે પત્નીએ ઘરે પરત આવવાનો ઇનકાર કરતાં 30 વર્ષના વ્યક્તિએ કથિત રીતે તેની પત્ની સહિત પરિવારના પાંચ સભ્યોને પેટ્રોલ છાંટીને જીવતા સળગાવી દીધા હતા, એમ પોલીસે મંગળવારે જણાવ્યું હતું.
પરમજીત કૌર અને તેના અગાઉના લગ્નથી થયેલા બે સગીર બાળકો તેના માતાપિતા સાથે પાંચ-છ મહિનાથી રહેતા હતા. કુલદીપ સિંહ ઇચ્છતો હતો કે પરમજીત લુધિયાણાના ખુર્શેદપુર ગામમાં તેના ઘરે પરત આવે, પરંતુ પરમજીતે પાછા જવાનો ઇનકાર કર્યો હતો, કારણ કે કુલદીપ તેને અને બાળકોને કથિત રીતે મારતો હતો. જલંધર (ગ્રામીણ)ના પોલીસ અધિક્ષક સતબજીત સિંઘે જણાવ્યું હતું કે, સોમવારે મોડી રાત્રે કુલદીપ અને તેના બે સાગરિતોએ તમામ પાંચ પીડિતોને પેટ્રોલ છાંટી આગ ચાંપી દીધી હતી. મૃતકોની ઓળખ પરમજીત કૌર, તેના પિતા સુરજન સિંહ, માતા જોગીન્દર અને તેના બે બાળકો અર્શદીપ (8) અને અનમોલ (5) તરીકે થઈ હતી.