SNP નેતૃત્વની ચૂંટણીમાં હમઝા યુસુફ સામે હારી ગયેલા સ્કોટલેન્ડના ભૂતપૂર્વ ફાઇનાન્સ સેક્રેટરી કેટ ફોર્બ્સના સમર્થકો હુમઝા યુસુફ સામે બળવો શરૂ કરવાની તૈયારીના ભાગરૂપે ગુપ્ત રીતે “શેડો સરકાર” બનાવી રહ્યા હોવાનું બહાર આવ્યું છે.
કેટે નિકોલા સ્ટર્જનને બદલવાની ઝુંબેશ દરમિયાન જણાવ્યું હતું કે તેઓ ફરીથી SNP નેતા બનવા માટે ઝંબેશ ચલાવે તે “અતિશય અસંભવિત” છે. જો કે તેના મુખ્ય સાથીઓએ નવા ફર્સ્ટ મિનિસ્ટર હમઝા યુસુફને હાંકી કાઢવા MSP અને સાંસદો સાથે બંધ બારણે વાટાઘાટો કરી રહ્યા હોવાનો આક્ષેપ થાય છે.
યુસુફ સ્કોટીશ સ્વતંત્રતા માટે બીજા લોકમત માટે દબાણ કરવા ઉચ્ચ અને વધુ સુસંગત સમર્થનને પ્રાધાન્ય આપી રહ્યા છે તથા પક્ષના આંતરિક ઝઘડાની સંભાવનાનો સામનો કરી રહ્યા છે.