ભારતે હવાઇદળના વિમાનો મારફત યુદ્ધગ્રસ્ત યુક્રેનમાં માનવીય સહાય તરીકે વધુ રાહત સામગ્રી મોકલી છે. આ સામગ્રી પોલેન્ડ મારફત યુક્રેન જશે. વિદેશ મંત્રાલયે અગાઉ જણાવ્યું હતું કે બે તબક્કામાં બ્લેન્કેટ, સ્લીપિંગ મેટ, સોલર લેમ્પ, મેડિસિન, મેડિકલ ઇક્વિપમેન્ટ અને બીજી રાહત સામગ્રી મોકલવામાં આવી છે. એક ફ્લાઇટમાં છ ટન અને બીજી ફ્લાઇટમાં નવ ટન સામગ્રી મોકલવામાં આવી હતી. આ રાહત સામગ્રી રોમાનિયા અને સ્લોવાકિયા મારફત મોકલવામાં આવી હતી. અગાઉ ચાર ટન રાહત સામગ્રી મોકલવામાં આવી હતી.