Sadhguru: Isha Foundation If thinking power, ingenuity prevails, it will scatter everyone

સદગુરુ સાથે સંવાદ

માનવીય સ્મરણશક્તિ સભ્ય સંસ્કૃતિના પાયારૂપ છે તેટલું જ નહીં પરંતુ આ જગતમાં અસ્તિત્વ ધરાવતી તમામ સંસ્કૃતિ, ટેકનોલોજી અને વિજ્ઞાન માટે જવાબદાર પાયારૂપ આંતરિક પરિબળ છે. માનવીય સશક્તિકરણનો આ જ સ્રોત પણ બની શકે તેમ છે. માત્ર કુશાગ્ર બુદ્ધિજીવિતાથી સભ્ય સંસ્કૃતિ ઉદભવતી નથી. પેઢી દર પેઢીએ અપાતી રહેતી આવી વારસારૂપ સ્મરણશક્તિ અને કુશાગ્ર બુદ્ધિજીવિતાથી સભ્ય સંસ્કૃતિનો પાયો નાખીને આપણે આગળ વધીએ છીએ.

આમ ના થતું હોત તો હજુ આપણે પૈડાંને જ શોધતા રહ્યા હોત અને ગતિચક્ર ગતિમાન થાતું નહીં, આપણે ઠેરના ઠેર જ હોત. સંસ્કૃતિ એ મૂળભૂત રીતે તો સ્મરણશક્તિ જ છે અને તે આપણા જીવનમાં મહત્વનો ભાગ ભજવે છે કારણ કે તેનાથી આપણા અસ્તિત્વ, સાતત્યતા અને સુરક્ષાની ચોકસાઇ થાય છે. આપણે જેનો ‘કર્મ’ તરીકે ઉલ્લેખ કરીએ છીએ તે પણ માનવીય વ્યવસ્થાના વિભિન્ન સ્તરે સંગ્રહાયેલી સ્મરણશક્તિ જ છે.

સ્મરણશક્તિ એ અદભુત ચીજ હોવા છતાં તે આપણા જીવન નવું નવું સ્વીકારવાના બદલે પુનરાવર્તન માર્ગે પણ વાળી શકે છે. જ્યારે તમે ચોક્કસ સ્મૃતિ કે સ્મરણ સાથે આગળ વધો છો ત્યારે તમારું જીવન બીબીઢાળ સ્વયસંચાલિત મશીન જેવું અને આદતી બની જાય છે. નવું નવું જાણવું, અજાણી વસ્તુ શું હોઇ શકે તે જાણવાની જીજ્ઞાસા, કોઇ પ્રકારના વિસ્મય, આશ્ચર્ય, અહોભાવ કે તત્કાળ ઓચિંતી સામે આવતી શક્યતાનો મુલોચ્છેદ જતો હોય છે.
કુશાગ્ર બુદ્ધિજીવિતા અને સ્મરણશક્તિ ભેગા મળે તો તે અદભુત સંયોજન છે પરંતુ એક સ્મરણશક્તિ એ માત્ર

પુનરાવર્તનીય અવસ્થા છે. જેના નકારાત્મક પાસામાં શરતો, વિચારો આમૂલપણે બદલાઇ શકે તે હદે મગજનું શુદ્ધિકરણ કે બ્રેઇનવોશ અને કોઇ પણ બાબત પરાણે ઠસાવવાનો સમાવેશ થાય છે. સ્મરણશક્તિ એ ઘણી વખત આંતરિક તંદ્રાવસ્થા જેવી બની શકે છે અને તે ઉપયોગી પણ છે પરંતુ તેને કોરાણે કેમ મૂકવી તે જો તમે ના જાણતા હો તો સામે આવતી સારી બાબતને સ્વીકારવાની, સ્વિકૃતિ ભાવના ગુમાવવાનું જોખમ ઉદભવી શકે છે.

તમે રાષ્ટ્ર, સંસ્કૃતિ ધર્મ તથા સિદ્ધાંતો સાથે વણાયેલી તમારી ઓળખરૂપ સભ્ય સમાજ સંસ્કૃતિ સંલગ્ન ઓળખ ઇચ્છો ત્યારે અવગણવાની ક્ષમતા ધરાવતા હો તો તમે એ અદભુત યાદગાર શક્યતા બની શકો છો. તમારી સંસ્કૃતિ બાહ્ય સ્મરણશક્તિ સાથે વણાયેલી હશે તો જ્યારે ધ્યાન ધરવા જરૂર હોય ત્યારે તેને અલગ તારવી શકો છો. આ એક અદભુત ટેકનોલોજી હોવા છતાં તેમાં સૌથી મોટી સમસ્યા તમારી વારસાગત સ્મરણશક્તિ તમારા મગજમાં જ આરોપાયેલી હોય છે. અને જ્યારે તમે આવી રીતે આંતરિક રીતે ચુસ્તપણે વણાયેલા હો છો ત્યારે આવી સ્થિતિ દૂર થવામાં ઘણો સમય લાગતો હોય છે.

પૌરાણિક દૈવી તપસ્વી આસ્થામાં એક સ્મરણીય કથા આદિયોગી કે ભગવાન શીવ અને પાર્વતીના લગ્નના વિષયમાં છે. રાજકુંવરી પાર્વતીના લગ્ન માટે રાજા રાણીએ દેવી-દેવતાઓ અને સૌ કોઇને ભાવભર્યા નિમંત્રણો પાઠવાયા હતા. એક-એકથી ચઢિયાતા વસ્ત્ર પરિધાન કરેલા મોંઘેરા મહેમાનોની હાજરીમાં વરરાજા શીવ ભભૂતિ લગાવેલા નગ્ન, નશામાં ચકચુર સ્થિતિમાં રાક્ષસો, ચિત્રવિચિત્ર દેખાવવાળા જાનૈયાઓ સાથે લગ્ન મંડપમાં આવી પહોંચતા પાર્વતીના માતા તો ડઘાઇને મૂર્છિત થઇ ગયા. જોકે, પાર્વતીના આગ્રહથી આદિયોગીએ જગતના શ્રેષ્ઠ દેખાવના પુરુષનું સુંદરમૂર્તિ સ્વરૂપ ધારણ કર્યા બાદ પાર્વતીના માતા રાજીના રેડ થયા હતા.

લગ્નવિધિ વખતે ગોરમહારાજે વરરાજાના વંશવેલા વિષે જાણકારી માંગી તો આદિયોગી – શીવ ચૂપ રહ્યા. યોગી સ્વરૂપ શીવ કોઇ વંશવેલો નાત-જાત, માતા-પિતાના બંધનથી મુક્ત હતા. આ પળે નારદે હાજર થઇને સૌ કોઇને માહિતગાર કર્યા કે આદિયોગી કોઇ પૂર્વજ વંશવેલા વિના સ્વસર્જન કે ‘સ્વયંભૂ’ હતા. આ કથા તે વાતની યાદ અપાવે છે કે, જ્યારે આપણે આદિયોગી શીવની વાત કરીએ છીએ ત્યારે સભ્ય ખાનદાની માણસની નહીં પરંતુ જીવન સાથે પૂર્ણતયા એકાકાર કડીરૂપ પ્રતિભાની વાત કરી છે. ભગવાન શીવ એ પોતે જ જીવન છે. જે કોઇ ધારણામાં નહીં બંધાયેલા, જે પુનરાવર્તન નહીં પરંતુ ત્વરિત સ્વયંભૂ ઉદભવ નિરંતર સર્જનાત્મકતાના સ્વામી છે. આધ્યાત્મિક પ્રક્રિયાની આ જ મૂળભૂત જરૂરિયાત છે. વિચારો, માન્યતા અને અભિપ્રાયોની બેડીમાં બંધાઈને તમે જો અહીંયા બેઠા હો તો પણ તમે માનસશાસ્ત્રીય અસ્તિત્વલક્ષી પ્રક્રિયા સાથે એકાકાર રહો તો તમે ઇચ્છો તો સમસ્ત બ્રહ્માંડનું દર્શન કરી શકો છો. જીવને તમારા માટે બધું ખોલી નાંખેલું છે. તેને કોઇ દરવાજા નથી કે જે ખખડાવવા પડે. તમારે સ્મૃતિસભર જીવનને કોરાણે મૂકી વાસ્તવિકતાના માર્ગે આગળ વધવાનું છે.
– Isha Foundation

LEAVE A REPLY