પોતાની રસોઇ કળાને કારણે ભારતમાં જાણીતા બનેલા સ્વ. તરલા દલાલના જીવન આધારિત ફિલ્મ બનાવવાનું આયોજન થઇ રહ્યું છે. હુમા કુરેશી તેમાં મુખ્ય ભૂમિકા બજવશે. આ ફિલ્મનું નિર્માણ રોની સ્ક્રુવાલા,અશ્વિની ઐયર તિવારી અને નિતેશ સાથે મળીને કરશે. હુમા પાસે આ ફિલ્મની સ્ક્રિપ્ટ આવતાં જ તે તેમાં મુખ્ય રોલ ભજવવા તૈયાર થઇ ગઇ છે.
આવનારા મહિનાઓમાં આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરવામાં આવશે. હુમાને ખાસ તો સ્વ. તરલા દલાલની શાકાહારી વાનગીઓ પસંદ છે. હુમાએ આ ફિલ્મના મુખ્ય રોલ માટે લૂક ટેસ્ટ પણ આપી દીધી હોવાનું કહેવાય છે અને તે આ રોલ માટે પણ તૈયારી કરી રહી છે. સ્વ. તરલા દલાલ અંગે ફિલ્મસર્જક દ્વારા અપાયેલી નાનામાં નાની વિગતો પર તે ધ્યાન આપી રહી છે. આ ઉપરાંત તરલા દલાલની વાતચીત કરવાની મૃદુ ઢબને પર પણ તેણે સંપૂર્ણ ધ્યાન આપવું પડશે. અત્યારે ફિલ્મમેકર્સ આ બાયોપિક માટે અન્ય સ્ટારકાસ્ટના અંતિમ નિર્ણય લઇ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, સ્વ. તરલા દલાલે ગુજરાતી અને અન્ય વાનગીઓ પર પ્રથમ પુસ્તક વર્ષ 1974માં ધ પ્લેઝર ઓફ વેજિટેરિયન કૂકિંગ લખ્યું હતું.