હિન્દુ સ્વયંસેવક સંઘ (HSS), યુ.કેની ચાણક્ય પરિવાર શાખા, સટન અને કાર્શલ્ટન પરિવાર શાખા દ્વારા સંયુક્ત પાર્લામેન્ટરી વીકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રતિષ્ઠિત મહેમાનો સટનના એમપી ઇલિયટ કોલબર્ન, પ્રોસ્પેક્ટીવ પાર્લામેન્ટરી કેન્ડીડેટ બોબી ડીન, કાઉન્સિલર જેમ્મા મુંડે અને ડેપ્યુટી મેયર અપ્પુ શ્રીનિવાસનનું સ્વાગત કરાયું હતું.

યુકે સંસદના પરિચય અને પાર્લામેન્ટરી વીકમાં HSSની ભૂમિકા સાથે સત્રની શરૂઆત થઈ હતા. બાળકો, યુવાનો અને પુખ્ત વયના લોકોએ ત્રણ જુથમાં ભાગ લીધો હતો. બાળકોએ દીપાવલી-થીમ આધારિત રંગીન સત્રનો આનંદ માણ્યો હતો. જ્યારે યુવાનોએ ઇંગ્લિશ અને ગણિતના શિક્ષણ પર ચર્ચા કરી તે વિષયોને ફરજિયાત બનાવવાની વિરુદ્ધમાં મતદાન કર્યું હતું હતી. તો પુખ્ત વયના લોકોએ NHSના ખાનગીકરણની ચર્ચા કરી હતી પણ તે અનિર્ણિત રહી હતી.

પ્રશ્નોત્તરી દરમિયાન ઉપસ્થિત નેતાઓએ સમુદાયની સુધારણા માટે HSS શાખાની પ્રતિબદ્ધતા સાથે પડઘો પાડી પોતાના સમુદાય સેવાના અનુભવો જણાવ્યા હતા.

દિવાળી વિષેની ચર્ચા અને મીઠાઈના વિતરણ સાથે કાર્યક્રમનું સમાપન થયું હતું.

LEAVE A REPLY