HSBCનો નફો કોવિડ-19ના કારણે ઓછો થતાં બેંક 35,000 લોકોને છૂટા કરવાની પ્રક્રિયા ઝડપી બનાવશે. કોરોનાવાઈરસ સંકટમાં ‘બેડ ડેટ’ આવરી લેવા તેણે બીજા £2.9 બિલિયન બાજુ પર રાખવાની ફરજ પડશે. બેન્કે જાહેરાત કરી હતી કે બીજા ક્વાર્ટરમાં કરવેરા પૂર્વેનો નફો 80% કરતા વધુ એટલે કે $1.1 બિલિયન જેટલો ઓછો થશે તેવી જાહેરાત લંડનમાં હેડક્વાર્ટર ધરાવતી બેંકે સોમવારે તા. 3ના રોજ કરી હતી. અમેરિકા અને ચાઇના વચ્ચેની વૈશ્વિક સત્તાની સાઠમારી ક્યારેય પુરી થાય તેવું લાગતું નથી, પણ તેના કારણે HSBCને સૌથી મોટી ખોટ થઇ રહી છે. બેંક ચીન અને હોંગકોંગમાં પોતાનો મોટાભાગનો નફો કરે છે. હોંગકોંગમાં ચાઇનાના વિવાદિત સુરક્ષા કાયદાને સમર્થન આપવા બદલ HSBC તકલીફમાં મુકાઈ છે અને બીજી તરફ હુઆવેના એક્ઝિક્યુટિવની ધરપકડમાં તેની કથિત ભૂમિકા અંગે ચીને પણ તેને ભીંસમાં લીધી છે.
