મિલ્કત વેબસાઇટ રાઇટમુવના જણાવ્યા અનુસાર સ્ટેમ્પ ડ્યુટી કાપની જાહેરાત બાદ બ્રિટનના હાઉસિંગ માર્કેટમાં કોવિડ-19 લૉક-ડાઉન પછી મીની-બૂમ જોવા મળી રહી છે. લોકોએ ફરીથી ઘરો વેચાણ માટે બજારમાં મૂકતા એસ્ટેટ એજન્ટો પાસે ઘર ખરીદનારા લોકોની પૂછપરછમાં વધારો થયો છે. આ પાછળનું કારણ લોકો દ્વારા તેમની જીવનશૈલીમાં સુધારો લાવવાની ચાહના અને સ્ટેમ્પ ડ્યુટીમાં ઘટાડો મુખ્ય કારણ છે.
રાઇટમુવે કહ્યું હતું કે “બ્રિટન ફરી આગળ વધી રહ્યું છે. છેલ્લા આંકડા મુજબ આ મહિને બ્રિટનમાં બજારમાં આવતી પ્રોપર્ટીની સરેરાશ કિંમત £320,265 પર પહોંચી છે. 2001માં વેબસાઇટ શરૂ થયા પછીનો સૌથી મોટો આંક છે અને તે 2.4% અથવા 7,000 પાઉન્ડ વધુ છે. જો કે માર્ચમાં લંડનમાં માત્ર 0.5%નો જ વધારો થયો હતો. કોરોનાવાયરસના પગલે પ્રાથમિકતાઓ પર ફરીથી વિચાર કરતા કેટલાક સંભવિત હોમબાયર્સ રાજધાનીથી નાના શહેર અથવા ગ્રામીણ વિસ્તારોમાં જવાનું વિચારી રહ્યા છે.
સ્ટેમ્પ ડ્યુટીની માફીને કારણે ઇંગ્લેન્ડ અને નોર્ધર્ન આયર્લેન્ડમાં £500,000ના ઘર માટે 31 માર્ચ 2021 સુધી કોઈ સ્ટેમ્પ ડ્યુટી ચૂકવવી પડશે નહિ.