4 found guilty of killing 18-year-old in Leicester
પ્રતિક તસવીર

હન્સલોમાં આવેલી પોસ્ટ ઑફિસમાંથી 1 એપ્રિલના રોજ સાંજે લૂંટ કરવા બદલ તા. 4 એપ્રિલના રોજ 41 વર્ષીય રાજવિન્દર કાહલોનની હન્સલોમાં આવેલા તેના ઘરેથી ધરપકડ કરી આરોપ મૂકવામાં આવ્યો છે.

બ્રાબેઝોન રોડ, હન્સલો ખાતે આવેલી પોસ્ટ ઓફિસમાં દાખલ થયેલા કાહલોને સ્ટાફના બે સભ્યોને પોતાની પાસે હથિયાર હોવાનું કહી મોટી રકમની રોકડ રકમ લુટી લીધી હતી. ફ્લાઈંગ સ્ક્વોડના અધિકારીઓએ તરત જ ઘટનાસ્થળે દોડી જઇ કાસ્પદને ઓળખવા તપાસ આદરી હતી.

રાજવિન્દરને શનિવાર 6 એપ્રિલના રોજ અક્સબ્રિજ મેજિસ્ટ્રેટ કોર્ટમાં હાજર કરી તેના પર લુંટ અને નકલી હથિયાર રાખવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. હાલ તે કસ્ટડીમાં છે અને આગામી 6 મે 2024ના રોજ આઇઝલવર્થ ક્રાઉન કોર્ટમાં તેને હાજર કરાશે.

LEAVE A REPLY