મહારાષ્ટ્રની 16 વર્ષની હેન્ડબોલ પ્લેયર યુવતિ સાથે હરિયાણાના 20 વર્ષના એથ્લિટે ગાંધીનગરની હોટેલમાં જાન્યુઆરી અને માર્ચ મહિનામાં કથિત બળાત્કાર કર્યો હોવાની ફરિયાદ ગાંધીનગર સેક્ટર 21 પોલીસ સમક્ષ નોંધવામાં આવી હતી.
યુવતી ફરિયાદમાં કહ્યું હતું કે, આરોપી રવિ ધંધાસે પહેલા દુષ્કર્મ આચર્યાનો વીડિયો બનાવ્યો હતો અને શારીરિક સંબંધનું દબાણ કરવા વીડિયો વાયરલ કરી દેવાની ધમકી પણ આપી હતી. મંગળવારે ફરિયાદ નોંધવામાં આવી હતી.
ફરિયાદ પ્રમાણે, તે ઓગસ્ટ 2019થી જાન્યુઆરી 2021ની વચ્ચે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના ટ્રેનિંગ પ્રોગ્રામ હેઠળ ગાંધીનગર આવી હતી. પ્રોગ્રામ દરમિયાન તે હરિયાણાથી આવેલી એક છોકરીની મિત્ર બની હતી. પ્રોગ્રામ દરમિયાન તેનો મિત્ર બીમાર પડ્યો હતો અને અસારવા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
હેનપણીએ ફરિયાદીની ઓળખાણ તે છોકરા સાથે કરાવી હતી અને બાદમાં બંને વચ્ચે મિત્રતા થઈ હતી.
ફરિયાદીએ જણાવ્યું હતું કે, જાન્યુઆરીમાં તે તેના વતન જવા માટે ટ્રેનની ટિકિટ બૂક કરાવવામાં અસફળ રહી હતી. રવિએ મને ગાંધીનગર સેક્ટર 16માં આવેલી હોટેલમાં બે દિવસ રોકાવા માટે કહ્યું હતું. તેણે મને ખાતરી આપી હતી કે તે ટ્રેનની ટિકિટ અપાવવામાં મદદ કરશે. આ સિવાય તેણે મને તેમ પણ કહ્યું હતું કે, તે હોટેલ રૂમનું ભાડું પણ ચૂકવી દેશે.