NHS ઈંગ્લેન્ડના ચીફ એક્ઝિક્યુટિવ અમાન્ડા પ્રિચાર્ડે સ્થાનિક આરોગ્ય સેવા સંચાલકોને લખેલા પત્રમાં જણાવ્યું છે કે NHS હોસ્પિટલમાં કોઈ પણ દર્દી એકલતા ન અનુભવે અને મુલાકાતીઓ વિના ન રહે તે માટે હોસ્પિટલોમાં દર્દીઓને મળવાની મુલાકાતીઓને મંજૂરી આપવાની રહેશે.
આ માટે તેમણે રોગચાળા પહેલાની વિઝીટર પોલીસી પર પાછા ફરવાની હાકલ કરી હતી. રોગચાળાને રાષ્ટ્રીય સ્તરને બદલે પ્રાદેશિક રીતે સંચાલિત કરવા માટે ફરીથી વર્ગીકૃત કરવામાં આવી રહ્યો છે.
પ્રિચાર્ડે જણાવ્યું હતું કે NHS સંસ્થાઓ માટે “દર્દીના અનુભવમાં સુધારો” એ મુખ્ય ધ્યાન હોવું જોઈએ. તેમણે “સમયસર, તાત્કાલિક અને કટોકટીની સંભાળ” તેમજ “વધુ નિયમિત વૈકલ્પિક અને કેન્સર ટેસ્ટ અને સારવાર આપવા પ્રાથમિકતા આપવા વિનંતી કરી હતી.