સોમવારે તા. 18ના રોજ સવારે 8.50 કલાકે લંડનના વેસ્ટમિન્સ્ટરમાં આવેલ હોર્સ ગાર્ડ્સ પરેડમાં રક્ષા મંત્રાલયના બે પોલીસ અધિકારીઓ પર છરી વડે હુમલો કરી હત્યા કરવાનો પ્રયાસ કરવા બદલ સાઉથ ઇસ્ટ લંડનના મેલિયન ક્લોઝ, SE28 ખાતે રહેતા 29 વર્ષના પ્રશાંત કંદૈયા પર મંગળવારે, 19 એપ્રિલના રોજ આરોપ મૂકવામાં આવ્યો હતો. તેને પછીથી વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટમાં કસ્ટડી માટે હાજર કરાશે.
હોર્સ ગાર્ડ્સ પરેડમાં પ્રશાંત કંદૈયાએ ધારદાર હથિયાર વડે હુમલો કરવાનો પ્રયાસ કર્યા બાદ કેટલાક કલાકો સુધી વ્હાઇટહોલ વિસ્તાર બંધ રાખવામાં આવ્યો હતો.
મેટ પોલીસે જણાવ્યું હતું કે, પ્રશાંતને નિશસ્ત્ર કરી પકડવા માટે ટીઝરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જો કે કોઈ પણ ઈજાના અહેવાલ નથી અને આ ઘટનાને આતંક સંબંધિત માનવામાં આવી રહી નથી એમ પોલીસે જણાવ્યું હતું.