સતત ચોથી વખત સૌથી વધુ વંશીય રીતે વૈવિધ્યસભર સન્માન યાદી બહાર પડાઇ છે. સન્માન મેળવનારા 1,278 લોકોમાંથી 361ને BEM, 508ને MBE અને 253ને OBE એનાયત કરાયા છે. 799 એટલે કે 63 ટકા લોકો એવા છે જેમણે તેમના સમુદાયોમાં સ્વૈચ્છિક અથવા પગાર મેળવીને આ ઉત્કૃષ્ટ કાર્ય હાથ ધર્યું છે. આ યાદીમાં 612 મહિલાઓનો પણ સમાવેશ થાય છે જેમની ટકાવારી કુલ સન્માનિત લોકોમાં 47.9 ટકા છે. CBE અને તેનાથી ઉપરના સ્તરે આ ટકાવારી 35.9ની છે.
બહુમાન મેળવનારા 15.1 ટકા લોકો વંશીય લઘુમતી પૃષ્ઠભૂમિમાંથી આવે છે. જેમાંના 8.4 ટકા એશિયન વંશીય જૂથના છે; 3.6 ટકા અશ્વેત વંશીય જૂથના; 2.5 ટકા મિશ્ર વંશીય પૃષ્ઠભૂમિ ધરાવતા લોકો અને 0.6 ટકા લોકો અન્ય વંશીય પૃષ્ઠભૂમિમાંથી આવે છે. 13.3 ટકા લોકો અક્ષમ અને લાંબા ગાળાની સ્વાસ્થ્ય સ્થિતિ ધરાવે છે. 25.5 ટકા લોકો પોતે નીચી સામાજિક-આર્થિક પૃષ્ઠભૂમિમાંથી આવતા હોવાનું માને છે જ્યારે 3.5 ટકા લોકો LGBT સમુદાયના છે.