કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે પવિત્ર ભૂમિ ઋષિકેશ ખાતે પરમાર્થ નિકેતનમાં 9 ડિસેમ્બરે સૂર્યાસ્ત સમયે વિશ્વ વિખ્યાત પરમાર્થ ગંગા આરતી સમારોહમાં ભાગ લીધો હતો. પૂજ્ય સ્વામી ચિદાનંદ સરસ્વતીજીએ ઉત્તરાખંડની આ દેવભૂમિમાં રુદ્રાક્ષના છોડ, તાજી એલચીની માળા તથા વૈદિક મંત્રોચ્ચાર સાથે મહેમાનોનું હાર્દિક સ્વાગત કર્યું હતું.
પૂજ્ય સ્વામી ચિદાનંદ સરસ્વતીજી, પૂજ્ય બાબા રામદેવજી, પૂજ્ય સાધ્વી ભગવતી સરસ્વતીજીની આગેવાની હેઠળ યોજાયેલા ગંગા આરતી સમારોહ એક ભવ્ય પ્રસંગ હતો, જેમાં ઉત્તરાખંડના મુખ્યપ્રધાન પુષ્કર સિંહ ધામી તથા ઋષિકેશના અન્ય ઘણા આદરણીય સંતો સાથે જોડાયા હતાં.
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને તેમની સાથેના પ્રતિનિધિમંડળનું ઉત્તરાખંડના વિશ્વની યોગ રાજધાની તરીકે જાણીતા માતા ગંગાના કિનારે આવેલા ઋષિકેશમાં પરમાર્થ નિકેતન આશ્રમ ખાતે ઉષ્માભર્યું સ્વાગત કરાયું હતું. આ પછી અમિત શાહે ઉત્તરાખંડના દેહરાદૂનમાં આયોજિત ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટમાં હાજરી આપી હતી. આ સમીટનું ઉદઘાટન ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું.
નદી ગંગાના કિનારે પવિત્ર આરતી સમારોહની પહેલા વિશ્વશાંતિ હવનમાં કરવામાં આવ્યો હતો. તેમાં પણ તમામ મહાનુભાવો જોડાયા હતા. ભારત માતા કી જયના નારા વચ્ચે પવિત્ર રાષ્ટ્રગીત સાથે ગંગા આરતીનું સમાપન થયું હતું.
પૂજ્ય સ્વામીજીએ અમિત શાહને પરમાર્થ નિકેતનની વિશિષ્ટ પર્યાવરણલક્ષી પવિત્ર રુદ્રાક્ષનું છોડ અને દિવ્ય એલચીની માળાની ભેટ આપી હતી. આ સાંકેતિક ભેટ વિચારપૂર્વક પસંદ કરાઈ હતી, કારણ કે જીવન અને પર્યાવરણની પ્રતિક છે. તેનું અનેરું આધ્યાત્મિક અને સાંસ્કૃતિક મહત્વ પણ છે, તથા તે પ્રકૃતિ, સંસ્કૃતિ અને પ્રાચીન પરંપરાઓનું સન્માન કરવાના મહત્વ પર ભાર મૂકે છે.
આ પ્રસંગે પૂજ્ય સ્વામી ચિદાનંદ સરસ્વતીજીએ જણાવ્યું હતું કે “પરમાર્થ નિકેતન અને દેવભૂમિ, ઉત્તરાખંડની આ પવિત્ર ભૂમિમાં ગતિશીલ અને સમર્પિત આદરણીય શ્રી અમિત શાહજીનું સ્વાગત કરવું ખૂબ જ ગર્વની વાત છે. હું હંમેશા કહું છું કે ઉત્તરાખંડ માત્ર ભારતનું સ્વિત્ઝર્લેન્ડ જ નથી પરંતુ વિશ્વની આધ્યાત્મિક ભૂમિ છે, જે તમામ સરહદો અને સીમાઓ પાર કરીને અસંખ્ય લોકોને ઊર્જા અને દિશા પ્રદાન કરે છે. તેમણે માનનીય કેન્દ્રીય ગૃહ પ્રધાનના મહાન નેતૃત્વ અને રાષ્ટ્રમાં મહાન પ્રગતિ અને સમૃદ્ધિ લાવવાની પ્રતિબદ્ધતાની પ્રશંસા કરી હતી.
સાધ્વી ભગવતી સરસ્વતીજીએ મા ગંગાના પવિત્ર કિનારે અમિત શાહ અને તમામ પ્રતિષ્ઠિત મહેમાનોનું સ્વાગત કરતા કહ્યું કે “શ્રી અમિત શાહજી ભારતની સુરક્ષા, વ્યવસ્થા અને આસ્થાનો અદભૂત સંગમ છે. તમારા દ્વારા દેશને જે સુરક્ષા વ્યવસ્થા મળી રહી છે તે અદભૂત છે. ભારત માતાને તેની સંસ્કૃતિની રક્ષા માટે શ્રી અમિત શા જીના રૂપમાં આધુનિક હનુમાન મળ્યા છે. માનનીય મોદીજી અને શ્રી અમિત શાહજીએ મળીને ભારતમાં ઘણા ઐતિહાસિક અને અનોખા કાર્યો કર્યા છે.