ભારતના અગ્રણી આધ્યાત્મિક નેતાઓમાંના એક અને ઉત્તર ભારતના ઋષિકેશમાં આવેલા પરમાર્થ નિકેતન આશ્રમના સાધ્વી ભગવતી સરસ્વતીજીનું પુસ્તક ‘’હોલીવુડ ટુ ધ હિમાલય: અ જર્ની ઓફ હીલીંગ એન્ડ ટ્રાન્સફોર્મેશન’’ એક આધ્યાત્મિક સાધકનું જ્ઞાનવર્ધક સંસ્મરણ છે. જેમાં સાધ્વી ભગવતીજીએ ભારતની મુસાફરી કરીને જે મેળવ્યું હતું તેના કરતાં ઘણું વધારે મેળવી શકાય છે તે સૂચવી ભારતમાં “પોતાના ઘરે જવાનો રસ્તો” શોધવા સુધીની વાર્તા કહે છે.

સ્ટેનફોર્ડના ગ્રેજ્યુએટ અને મનોવિજ્ઞાનમાં પીએચડી મેળવનાર સાધ્વી સરસ્વતી નાનપણમાં ઇટીંગ ડીસોર્ડર અને આઘાત સાથે વર્ષો સુધી ઝઝૂમ્યા હોવા છતાં, પ્રારંભિક પુખ્તાવસ્થામાં તેમને લાગ્યું હતું કે તેઓ સફળતાપૂર્વક તેમના જીવન માર્ગને સફળતાપૂર્વક નેવિગેટ કરી રહ્યા છે. જ્યારે તેઓ 1990ના દાયકાના અંતમાં પોતાના પતિને ખુશ કરવા માટે ભારતની મુસાફરી કરવા સંમત થયા ત્યારે સાધ્વીજીએ કલ્પના પણ કરી ન હતી કે તેઓ હીલીંગ અને જાગૃતિની યાત્રા શરૂ કરશે. આ પુસ્તકમાં તેમણે કેવી રીતે આશ્રમના વડા, પ. પૂ. ચિદાનંદ સરસ્વતીજી (મુનિજી) તેમને ભૂતકાળની પીડા અને આઘાતજનક અનુભવોને છોડવા માટે દોરી ગયા, સ્વામીજીની સલાહથી પવિત્ર ગંગાજીના વહેતા પાણીમાં સ્નાન કરીને અણધાર્યા, શક્તિશાળી, આધ્યાત્મિક રૂપાંતરણનો અનુભવ કર્યો અને તેમાં જ પીડા અને ક્રોધ અર્પણ કર્યા, અવિશ્વસનીય માન્યતા સાથે સંતૃપ્ત થયા અને ભગવાન સાથેનું જોડાણ સાધવા જીવનના એક નવા માર્ગ પર ચાલવાનું નક્કી કર્યું તેની વિગતો આપી છે.

પુસ્તકમાં સાધ્વીજીના તેમના ગુરુ સ્વામી ચિદાનંદ સરસ્વતિજી સાથેના અસાધારણ જોડાણ દ્વારા દૈવી જ્ઞાન અને પ્રેરણા તરફની ઓડિસીનું તથા સમજદારી, પ્રામાણિકતા અને સ્પષ્ટતા સાથે પોતાની અધ્યાત્મિક મુસાફરીનું ખૂબ જ સુંદર રીતે વર્ણન કર્યું છે. તેમણે  જાગૃતિના આપણા પોતાના માર્ગ પર આગળ વધવા અને આપણે ખરેખર કોણ છીએ તે સત્ય શોધવામાં મદદ કરવા માટે ઉપદેશો આપ્યા છે.

આ પુસ્તકને 5માંથી 4.7 સ્ટારનું રેટીંગ મળેલું છે.

લેખક પરિચય

અમેરિકામાં જન્મેલા મૂળ લોસ એન્જલસના રહેવાસી અને સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના સ્નાતક સાધ્વી ભગવતી સરસ્વતી 1996માં ભારત આવ્યા હતા. પ.પૂ. મુનિજી દ્વારા સાધ્વી ભગવતીજીની 2000માં સાધ્વીજી તરીકે વરણી કરાઇ હતી. આજે, સાધ્વી ભગવતીજી પરમાર્થ નિકેતન આશ્રમમાં દૈનિક આધ્યાત્મિક પ્રવચનો અને સત્સંગનો લાભ આપે છે, ધ્યાન શીખવે છે અને સખાવતી અને માનવતાવાદી પ્રોજેક્ટ્સની દેખરેખ રાખે છે. છેલ્લા પચીસ વર્ષથી પરમાર્થ નિકેતન આશ્રમમાં રહેતા સાધ્વીજીએ ચાર પુસ્તકો લખ્યા છે. તેઓ એક લેખક, વક્તા અને કાર્યકર્તા તરીકે જાણીતા છે. તેઓ ગ્લોબલ ઈન્ટરફેઈથ વોશ એલાયન્સના સેક્રેટરી-જનરલ, ડિવાઇન શક્તિ ફાઉન્ડેશનના પ્રમુખ છે અને પરમાર્થ નિકેતન આશ્રમ, ઋષિકેશ ખાતે વિશ્વ-પ્રસિદ્ધ આંતરરાષ્ટ્રીય યોગ ઉત્સવના ડિરેક્ટર તરીકે સેવાઓ આપે છે. તેઓ યુનાઈટેડ નેશન્સ એડવાઈઝરી કાઉન્સીલ ઓન રીલીજીયન અને કેએઆઈસીઆઈઆઈડીની એડવાઈઝરી કાઉન્સીલ તેમજ ઈન્ટરનેશનલ પાર્ટનરશીપ ફોર રીલીજીયન એન્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ (પીએઆરડી)ના સદસ્ય છે.

તેઓ ભારત ઉપરાંત યુએસ, યુકે, યુરોપ અને કેનેડામાં નિયમિતપણે પ્રવાસ કરે છે અને પ્રવચનો આપે છે. સાધ્વીજીને ભારતમાં તેમની નેતૃત્વની ભૂમિકા માટે અસંખ્ય પુરસ્કારો એનાયત કરાયા છે. તેઓ 11 વોલ્યુમના એનસાયક્લોપીડિયા ઓફ હિંદુઈઝમના સ્મારક પ્રોજેક્ટ માટેના મેનેજિંગ એડિટર પણ હતા.

વેબસાઇટ: www.Sadhviji.org;  ફેસબુક: @SadhviBhagawatiSaraswati; ઇન્સ્ટાગ્રામ: @Sadhviji

Twitter: @SadhviBhagawati

  • Book: Hollywood to the Himalayas: A Journey of Healing and Transformation
  • Author: – Sadhvi Bhagawati Saraswati
  • Publisher ‏ : ‎ Insight Editions
  • Price: £11.99

LEAVE A REPLY