હોલીવુડની અભિનેત્રી ડેબી મઝાર પણ વૈશ્વિક મહામારી કોરોનાની શિકાર બની હતી. ‘એન્ડુરેજ’જેવી ફિલ્મમાં ચમકી ગયેલા ડેબી મઝારે પોતે જ આજે આ વાતની જાણકારી સોશિયલ મીડિયા મારફતે કરી હતી.તેણે એક લાંબી પોસ્ટ લખીને આ વાતની જાણકારી આપી હતી.મઝારે પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે મને ચેપ લાગ્યો હતો, પરંતુ હવે હું સાજી થઇ ગઇ છું.
અગાઉ પણ હોલીવુડના અભિનેતા અને અભિનેત્રીઓ કોરોનાવાઇરસના ભોગ બની ચૂક્યા હતા. એન્ડ્રૂ વાટ.ઇદ્રીસ એલ્બા અને ક્રિસ્ટોફર હિવજુ પણ કોરોનામાં સપડાયા હતા. હાલમાં તેમને આઇસોલેશન વોર્ડમાં રખાયા હતા.
‘એક મહિના પહેલા મારા આખા પરિવારને તાવ અને માથામાં દુખાવો થતો હતો. ગળામાં પણ ચેપ હતો. પરંતુ હવે બધુંજ બરાબર છે.
પંદર માર્ચના રોજ મને ફરીથી એ જ લક્ષણો જણાયા હતા. આ વખતે તેની તીવ્રતા વધુ હતી. મને 102.4 તાવ હતોં. મને લાગ્યું કે કદાચ ફ્લુ અથવા તો કોરોના થયો હશે’એમ ડેબીએ કહ્યું હતું.તેણે એમ પણ કહ્યું હતું કે લાંબા સમય સુધી તે કોરોના ટેસ્ટ કરાવી શકી નહતી.
હાલમાં ડેબીની તબીયત સુધારા પર છે. પાંચ દિવસ પહેંલા તે સંક્રમિત થઇ હતી. તેણે કહ્યું હતું કે જીવનના સૌથી કપરા કાળમાંથી હું પસાર થઇ રહી છું.એક દિવસે મને તકલીફ થાય છે તો બીજા દિવસે મટી જાય છે. આજે મને મારા ફેંફસામાં ભારે ખૂબ દુ:ખાવો થયો હતો.