ન્યૂયોર્કની એક અદાલતે હોલીવુડના મશહુર પ્રોડયુસર હાર્વે વાઇન્સ્ટાઇનને ૨૩ વર્ષ જેલની સજા સંભળાવી છે. વાઇન્સ્ટાઇન પર બળાત્કાર અને જાતીય શોષણ પરના આરોપો સાચા સાબીત થયા છે. અમેરિકામાં મીટૂ આંદોલનની શરુઆત જ વાઇન્સ્ટાઇનથી થઇ હતી.
આ કેસમાં ન્યાયાધિશ જેમ્સ બર્કે જયૂરીની અધ્યક્ષતા સંભાળી હતી. ૬૭ વર્ષિય વાઇન્સ્ટાઇન હોલીવુડમાં પોતાની કાર્યકુશળતા અને ફિલ્મ પ્રોડકશનનો ખૂબજ મોટો ચાહક વર્ગ ધરાવે છે પરંતુ તે છેલ્લા સમયથી સેક્સ્યુઅલ હેરેસમેન્ટ અને બળાત્કારના આરોપોનો સામનો કરી રહયા છે. મીટુ આંદોલન અંર્તગત દુનિયાભરની મહિલાઓએ જાતીય શૌષણ અને અત્યાચાર પર અવાજ ઉઠાવ્યો ત્યારે અનેકના નામ બહાર આવ્યા હતા જેમાં હાર્વે વાઇન્સ્ટાઇન સૌથી ચર્ચાસ્પદ રહયા હતા. અહીં હાર્વે સાથે કેટલીક હોલીવુડ અભિનેત્રીઓના ચર્ચાસ્પદ કિસ્સાઓ રજુ કર્યા છે.
હાર્વેએ પોતાની ફિલ્મ માટે કલાકારોની પસંદગી માટે અભિનેત્રી ગ્વેન્થ પાલ્ટ્રોવને પણ બોલાવી હતી. ઑસ્કર વિજેતા આ અભિનેત્રીના શરીર પર હાથ રાખીને હાર્વેએ શરીર પર હાથ રાખીને મસાજ માટે બેડરુમમાં જવું જોઇએ એમ કહયું હતું. પાલ્ટ્રોવનું કહેવું હતુંકે હાર્વેના વર્તનથી હું નાની બાળકીની જેમ સ્તબ્ધ થઇ ગઇ હતી.
હોલીવુડની જાણીતી અભિનેત્રી એન્જેલિના જોલીએ ન્યૂયોર્ક ટાઇમ્સને એક વાર જણાવ્યું હતું કે જયારે હું યુવા હતી ત્યારે હાર્વે સાથેના મારા અનુભવો અત્યંત ખરાબ રહયા હતા. આથી છેવટે મે તેની ફિલ્મોમાં કામ કરવાનું બંધ કરીને બીજાને પણ કામ નહી કરવા માટે પ્રેર્યા હતા. અભિનેત્રી કેટ બેકિંસ્લેનો આરોપ હતો કે વાઇન્સ્ટિને એક ફિલ્મ ઓફર કરવાનું બહાને એક હોટલના રુમમાં બોલાવી પોતાનું ગાઉન ખોલી નાખ્યું હતું. અભિનેત્રિ હિથર બ્રેહમનો તો અનુભવ સૌથી વિચિત્ર રહયો હતો.
હિથરેને હાર્વેએ પોતાની ઓફિસમાં બોલાવીને પોતાની અંગત વાતો શેર કરતા કહયું કે જયારે હું બીજા શહેરમાં હોઉં છું ત્યારે કોઇ બીજી મહિલા સાથે સૂઇ શકું છું અને મારી પત્નીને એનાથી કોઇ જ વાંધો નથી. હાર્વેની વાત આ સાંભળીને હિથર ડઘાઇને ઝડપથી બહાર નિકળી ગઇ હતી જયારે એશ્લે જુડનો આરોપ હતો કે ૨૦ વર્ષ પહેલા હાર્વેએ નાશ્તા માટે હોટલમાં બોલાવીને જબરદસ્તી કરવા માંડી હતી. એકટ્રેસ અને મૉડેલ કારા ડેલવિગ્નેએ ટવીટ્ કર્યુ હતું કે જયારે એક કલાકારોના યૂનિટ સાથેની વાતચીત પુરી થઇ તે પછી પોતાને હાર્વે દ્વારા રોકવામાં આવી હતી. જયારે અમે બે લોકો જ બચ્યા ત્યારે તેણે કહયું કે અનેક અભિનેત્રીઓ પોતાની સાથે સૂઇને કારર્કિદી બનાવી ચૂકી છે.
ફ્રેન્ચ અભિનેત્રી લેયા સેડૉએ બ્રિટીશ સમાચારપત્ર ધ ગાર્ડિયનને આપેલી મુલાકાતમાં કહયું હતું કે અમે સોફામાં બેસીને વાત કરતા હતા ત્યારે અચાનક જ મારી ઉપર આવીને ચુંબનની કોશિષ કરવા લાગ્યો હતો. મે તેને મારી તમામ તાકાત કામે લગાડીને રોકયો અને ઝડપથી રુમની બહાર નિકળી ગઇ હતી.
ઇટાલિયન અભિનેત્રી અને ડાયરેકટર વાઇન્સ્ટાઇનની કંપનીમાં કામ કરતી હતી ત્યારે તેના પર બળાત્કાર થયો હતો. આ ઉપરાંત, સોફી ડિકસ, રોજાના આરકવેટ, મીરી સોરવિનો , જોફ બ્રોેક, આમ્બ્રા બેટિલાના, રોમોલા ગેરાઇ, કેથરીન કેન્ડલ, રોજ મેકગવન, એમા ડે કાઉસ, લોરેન સિવાન, ડોન ડનિંગ, લિઝા કેમ્બેલ, અને ટોમી એન રોબર્ટસ સહિતની અનેક મહિલાઓ હાર્વે વાઇન્સ્ટાઇન પર બળાત્કાર અથવા તો જાતિય અત્યાચારના આરોપ લગાવી ચૂકી છે.