ગુજરાતમાં શનિવારે કોરોના વાઇરસના નવા કેસો ચાલુ વર્ષના સૌથી વધુ નોંધાયા બાદ સરકારે હોળી-ધૂળેટીના તહેવારની ઉજવણી માટે રવિવારે આકરા નિયંત્રણો લાદ્યા હતા. લોકોની મર્યાદિત સંખ્યા સાથે હોળી પ્રગટાવવાની મંજૂરી આપી છે, પરંતુ ધૂળેટી પર રંગો ઉછાળવા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાડી દેવામાં આવ્યો છે
રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે આ અંગેની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે રાજ્યમાં પૂજા વિધિ માટે હોળી પ્રગટાવી શકાશે, પરંતુ જાહેર કે નાના મોટા રંગોત્સવના કાર્યક્રમોને મંજૂરી આપવામાં નહીં આવે. રાજ્યમાં ધૂળેટીની ઉજવણી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.