પીસી હિતેશ લાખાણીને નોટિસ આપ્યા વગર બરતરફ કરાયા

0
638

મેટ પોલીસના સેન્ટ્રલ વેસ્ટ બીસીયુના પોલીસ કોન્સ્ટેબલ હિતેશ લાખાણીને તા. 30 એપ્રિલના રોજ વિશેષ કેસની સુનાવણી બાદ નોટિસ આપ્યા વગર બરતરફ કરાયા હતા.

પોલીસ સમક્ષ ખોટા અહેવાલ રજૂ કરવાના પરિણામે હિતેશ લાખાણીને તા. 10 ડિસેમ્બર 2019ના રોજ કિંગ્સટન ક્રાઉન કોર્ટમાં ન્યાયનો માર્ગ અવરોધવા બદલ દોષીત ઠેરવવામાં આવ્યા હતા. તેમને 10 જાન્યુઆરીના રોજ ત્રણ વર્ષની કેદની સજા ફટકારવામાં આવી હતી.

કોર્ટમાં જણાવાયુ હતુ કે તા. 5 સપ્ટેમ્બર 2018 ના રોજ તેઓ ફરજ પર હતા ત્યારે પીસી લાખાણીએ પોલીસને ફોન કર્યો હતો કે અક્સબ્રીજમાં એક બાળક પર જાતીય હુમલો કરવામાં આવ્યો હતો. તપાસ શરૂ થઈ હતી. પરંતુ કોઈ સંબંધિત આક્ષેપોની ઓળખ થઈ ન હતી અને સીસીટીવીના વિશ્લેષણમાં જણાયુ હતું કે કથિત ગુનો બન્યો જ નથી. જે પછી પીસી લાખાણીને ફરજ પરથી સસ્પેન્ડ કરાયા હતા.

સ્પેશ્ય કેસ હિયરીંગમાં પીસી લાખાણીને વ્યાવસાયિક વર્તનના ધોરણોનું ઉલ્લંઘન કરાયું હોવાનું જાણવા મળ્યું હતુ. તેમને નોટિસ આપ્યા વિના બરતરફ કરાયા હતા.