રાજકોટ જીલ્લામાં પ્રકૃતિ સંરક્ષણ, પ્રયાવરણ જાળવણી, વન્ય જીવન બચાવ જાગૃતિ, પ્રદુષણ નિવારણ, સર્પ સંરક્ષણ, રક્તદજાન-ચક્ષુગદાન અને દેહદાનની સેવા સાથે સંકળાયેલા ગોંડલના પ્રકૃતિપ્રેમી હિતેશભાઈ દવે છેલ્લા 35 વર્ષથી વૃક્ષોનો ઉછેર, પ્રકૃતિ સંરક્ષણ,પર્યાવરણ જાગૃતિ, પ્રકૃતિ શિક્ષણ, ગરીબ અને ઝૂંપડપટ્ટીના બાળકો અને સગર્ભા માતાઓના આરોગ્ય, સફાઈ અને શિક્ષણને લગતી સેવા કરી કરી રહ્યા છે.

તેઓ મુશ્કેલીમાં મુકાયેલા વન્ય જીવો અને પશુ-પક્ષીઓ અને સાપનો બચાવ કરી જીવ સૃષ્ટિના બચાવની અદભૂત કામગીરી કરી રહ્યા છે. તેમણે કોવિડ મહામારી વખતે પણ દર્દીઓની અવિરત સેવા કરી હતી. હિતેશભાઇ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે માનવસેવા અને સામાજિક સેવાનો સંદેશ રજૂ કરી રહ્યા છે.

શ્રી દવેને આ અગાઉ પ્રોઉડ ઓફ સૌરાષ્ટ્ર એવોર્ડ એનાયત કરાયો છે. તેઓ વિવિધ સામાજીક અને સેવાકીય સંગઠનો સાથે પણ જોડાયેલા છે. ‘માણા‘ (માણસ) અને ‘પાણા‘ (પર્વતો)ની સેવાને જીવનમંત્ર બનાવનાર હિતેશભાઇ દેવાને શુભકામનાઓ.