પુસ્તક પરિચય – યજ્ઞેશ પંડ્યા

દિલ્હીની એક કોન્ફરન્સ્માં આસામી લેખક સંજીબ, તેજીમોલા નામની એક છોકરી જે પાંદડા ઉગાડે છે, તેને યાદ કરતાં જણાવે છે કે અંગ્રેજી ભાષાના સાક્ષરો એ સમજી નથી શકતાં કે લેખક વિદ્રોહ અંગે કેમ નથી લખતાં?

છેલ્લાં કેટલાક વર્ષોમાં આસામમાં ઘણા લેખકોએ આસામી સાહિત્ય અને સંસ્કૃતિને તેમના સાહિત્ય સર્જન તેમજ અનુવાદો મારફત વિશ્વ ફલક પર મુકી આપ્યાં છે. ત્યાં મૌલિક સર્જનની સાથોસાથ અનુવાદને પણ સારો વેગ  મળવાની સાથોસાથ કેટલાક સાહિત્યકારો એવા પણ છે જેમણે આસામાની સાથોસાથ અંગ્રેજીમાં પણ મૌલિક સાહિત્ય સર્જન કર્યું છે. અરૂણી કશ્યપ એમાંના એક અગ્રહરોળના લેખક છે.

આ અરૂણી કશ્યપનો એક અસામાન્ય વાર્તા સંગ્રહ છે જેમાં પ્રથમ વાર્તાથી જ લેખક એક એવી ભૂમિકા ઊભી કરે છે જેમાં એ વાચકોને એક એવા પ્રદેશમાં લઈ જાય છે જે પરિચીત પણ છે અને અપરિચીત પણ.આધુનિક પોસ્ટ કોલોનિઅલ વાતાવરણમાં ચિમામાંડા અને ડેનિયલ મુઈનુદ્દિન જેવા વાર્તાકારોની જેમ જ તેની વાર્તાઓમાં ગ્રામીણ શાંતિ અને ઉભરતાં શહેરોના કેટલાંક રહશ્યોને ઉજાગર કરે છે.આને પરિણામે આપણી સમક્ષ આવે છે આપણા દંભ અને ઈચ્છાઓ અને અપેક્ષાઓ અને પરાજયો – જે આપણા સહુની અંદર ઠાંસીઠાંસીને ભરેલાં છે. પ્રેમ, હિંસા, માતૃત્વ અને સેક્સ આરોપિત વાર્તાઓ દ્વારાકશ્યપ જાણે કે આપણને પુછતા હોય કે જે સ્થાન વિષે વારતાઓ કહેવામાં આવે છે તે શું છે? ખરેખર જે કહેવા જેવું છે કે આપણે જે કહેવા માગીએ છીએ તે આપણે કહીએ છીએ ખરા?

અરૂણી કશ્યપ, આસામી નવલકથાકાર દિપ્તી દત્તા દાસ અને વિવેચક સૂર્ય દાસના પુત્ર છે.તેઓ ઉત્તર-પૂર્વ ભારતના સૌથી મોટા શહેર ગુવાહાટીમાં ઉછર્યા છે અને સેન્ટ સ્ટીફન્સ કોલેજ, દિલ્હીમાં અભ્યાસ કર્યો છે.  તેઓ, નવલકથા ધ બ્રોન્ઝ સ્વોર્ડ ઑફ ટેંગફાખરી તહસીલદારના અંગ્રેજી અનુવાદક છે, જે મૂળ ઈન્દિરા ગોસ્વામી દ્વારા આસામીમાં લખવામાં આવી છે. તેમની પ્રથમ નવલકથા, ધ હાઉસ વિથ અ થાઉઝન્ડ સ્ટોરીઝ , પેંગ્વિન ઈન્ડિયા (જૂન 2013) દ્વારા પ્રકાશિત કૃતિ છે. સાહિત્યની સાથે, તેઓ સામાજિક-રાજકીય મુદ્દાઓ પર વ્યાપકપણે લખે છે અને તેમના અભિપ્રાય આધારિત લેખો ધ ગાર્ડિયન, યુકે, ઓપન ડેમોક્રેસી અને તહેલકામાં પ્રકાશિત થયા છે. તેમની કવિતાઓ ભારતીય સાહિત્ય (સાહિત્ય અકાદમી), પોસ્ટ કોલોનિયલ ટેક્સ્ટ, ધ ડેઈલી સ્ટાર (બાંગ્લાદેશ) અને મ્યુઝ ઈન્ડિયામાં પ્રગટ થઈ છે. તેમણે તહેલકા, આસામ ટ્રિબ્યુન, સાદીન, સતસોરી, દૈનિક જનસાધારણ, વગેરે માટે નિબંધો, લેખો અને ટૂંકી વાર્તાઓ પણ લખી છે. તેમને ભારતના ઉત્તર-પૂર્વીય ભાગમાંથી મજબૂત રીતે ઉભરતા યુવા સાહિત્યિક અવાજ તરીકે ગણવામાં આવે છે. ઓનલાઈન અને પ્રિન્ટમાં પ્રકાશિત તેમની કૃતિ વિવેચકોની પ્રશંસા મેળવવામાં સક્ષમ છે.

અરૂણી કશ્યપનું પ્રસ્તુત પુસ્તક ‘હિઝ ફાધર્સ ડિસિઝ’ એ ટૂંકીવાર્તાઓનો સંગ્રહ છે જેમાં આસામન વિદ્રોહ્ને પ્રદર્શિત કરવાની સાથે સાથે સામાજીક અને સાંસ્કૃતિક પાસાંઓને, સારા ખરાબની ફિકર વિના, યથાતથ રજૂ કર્યાં છે. આસામની સુંદર વાર્તાઓના આ સંગ્રહની પ્રથમ વાર્તા, સર્વશ્રેષ્ઠ છે.આ વાર્તા એક એવી લોકકથા પર આધારિત છે જેમાં એક છોકરીને વારંવાર મારી નાખવામાં આવ્યાં છતાં મરવાનો ઈન્કાર કરે છે અને ફરીથી જીવે છે. બીજી વાર્તા જેનાપરથી આ પુસ્તકનું ટાઈટલ આપવામાં આવ્યું છે તેમાં એક પરિવારના મુશ્કેલીમાં મૂકાયેલા પુત્ર વિશે છે. આ વાર્તા એક એવા છોકરા વિશે છે જે એક પુરુષ દ્વારા બળાત્કારનો ભોગ બન્યા પછી તેના સાચા આંતરિક સ્વ  અને પુરુષો પ્રત્યેના આકર્ષણને સમજે છે. માતા, આ બધાની સાક્ષી છે  જે જાણે છે કે તેને તેના પિતાની બીમારી વારસામાં મળી છે. તમામ 10 વાર્તાઓ 10 અલગ-અલગ જીવન દર્શાવે છે.

ધ હાઉસ વિથ અ થાઉઝન્ડ સ્ટોરીઝ એ નેવુંના દાયકાના અંતમાં ભારતના ઈતિહાસના એક ક્રૂર અને અન્ડરપોર્ટેડ પ્રકરણમાંથી શક્તિ મેળવે છે જ્યારે ભારતીય શાસન સામેના બળવા દરમિયાન ઉત્તરપૂર્વ ભારતમાં સેંકડો લોકોની હત્યા કરવામાં આવી હતી. આ હત્યાઓ આસામમાં 1998 – 2001 ની વચ્ચે થઈ હતી અને તેને આસામની ગુપ્ત હત્યાઓ તરીકે ઓળખવામાં આવી હતી. આ નવલ્કથાના એક પ્રકરણ્સ્વતંત્ર ભારતમાં માનવાધિકારના ઉલ્લંઘનને ઉજાગર કરે છે અને તેના માટે તેને સૌથી હિમ્મત્વાન કર્ય તરીકે બિરદાવવામાં આવી હતી.

Book: His Father’s Disease Stories

Author: Aruni Kashyap

Publishers: Flipped Eye Publishing

Price: £7.99