(istockphoto)

કોમર્શિયલ વ્હિકલ કંપની અશોક લેલેન્ડની પેટાકંપની હિન્દુજા ટેકે જર્મની સ્થિત ટેકોસિમ ગ્રૂપને 21 મિલિયન યુરો (આશરે રૂ. 190 કરોડ)માં હસ્તગત કરવા માટે એક કરાર પર હસ્તાક્ષર કર્યા છે.

હિન્દુજા ટેકે બુધવાર, 17 જુલાઇએ જણાવ્યું હતું કે આ વ્યૂહાત્મક એક્વિઝિશનથી યુરોપિયન અને આંતરરાષ્ટ્રીય બજારોમાં હિન્દુજા ટેકની હાજરીમાં વધારો થશે તથા વિશ્વભરમાં મોબિલિટી એન્જિનિયરિંગ સર્વિસના અગ્રણી પ્રદાતા તરીકે તેની સ્થિતિ મજબૂત બનશે. 21 મિલિયન યુરોના એન્ટરપ્રાઇઝ મૂલ્યમાં આ ટ્રાન્ઝેક્શન કરાયું છે.

જર્મનીના વિઝબેડનમાં મુખ્યમથક ધરાવતું આ ગ્રુપ એવા ટેકનોલોજિકલ સોલ્યુશનનું નિર્માણ કરે છે કે જે પર્યાવરણલક્ષી પરિવહન અને સ્વચ્છ ઉર્જા પુરવઠોને પ્રોત્સાહન આપે છે. ટેકોસિમે 2023માં 40 મિલિયન યુરોનું ટર્નઓવર નોંધાવ્યું હતું. તેના કર્મચારીની કુલ સંખ્યા 650 હતી.

હિન્દુજા ટેક લિમિટેડ (HT) મોબિલિટી પર ફોકસ કરતી ગ્લોબલ એન્જિનિયરિંગ આર એન્ડ ડી કંપની છે. હિન્દુજા ટેકના સીઇઓ કુમાર પ્રભાસે જણાવ્યું હતું કે આ એક્વિઝિશન મોબિલિટી એન્જિનિયરિંગ સર્વિસિસમાં વૈશ્વિક કંપની બનવાના અમારા વ્યૂહાત્મક હેતુનો એક ભાગ છે. ટેકોસિમ આ ક્ષેત્રમાં ટેકનોલોજી ધરાવે છે.

LEAVE A REPLY