Hinduja family tops

બ્રિટનના સૌથી ધનાઢ્ય પરિવારોની યાદી બહાર પાડતા 35મા “ધ સન્ડે ટાઈમ્સ રિચ લિસ્ટ 2023’’માં ફરી એકવાર ભારતીય મૂળના હિન્દુજા પરિવારે ટોચનું સ્થાન મેળવ્યું છે. તેમણે પાછલા વર્ષમાં તેમની સંપત્તિમાં £35 બિલિયનનો વધારો કર્યો છે.

2023ની “સન્ડે ટાઈમ્સ રિચ લિસ્ટ”ના ટોચના 10માં ભારતમાં જન્મેલા અન્ય ભાઈઓ ડેવિડ અને સાઇમન રૂબેનનો સમાવેશ થાય છે, જેઓ લગભગ £24.40 બિલિયનની સંપત્તિ સાથે ચોથા ક્રમે છે. છઠ્ઠા નંબરે આર્સેલર મિત્તલ સ્ટીલવર્કસના NRI ટાયકૂન લક્ષ્મી એન. મિત્તલ £16 બિલિયન સાથે છે. તેમના પછી વેદાંત રિસોર્સિસના ઉદ્યોગપતિ અનિલ અગ્રવાલ અંદાજિત £8 બિલિયન સાથે 22માં ક્રમે છે. £5.846 બિલિયન સાથે કાપડ ઉદ્યોગસાહસિક પ્રકાશ લોહિયા 33મા નંબરે છે. તો £5.05 બિલિયન સાથે 40માં ક્રમે મોહસીન અને ઝુબેર ઇસા; અને ફાર્મા ચીફ નવીન અને વર્ષા એન્જિનિયર £2.8 બિલિયન સાથે 61માં છે.

NRI ઉદ્યોગપતિ લોર્ડ સ્વરાજ પોલ અને પરિવાર અંદાજિત £2.6 બિલિયન સાથે 68મા ક્રમે અને સાઇમન, બોબી અને રોબિન અરોરા £2.532 બિલિયન સાથે 71મા ક્રમે છે. રિચ લિસ્ટમાં નવો પ્રવેશ મેળવનાર બ્રિટિશ ભારતીય ફેશન ઉદ્યોગપતિ સુંદર જેનોમલ £2.276 બિલિયનની અંદાજિત સંપત્તિ સાથે 78મા ક્રમે છે. હોટેલીયર્સ જસમિંદર સિંઘ અને પરિવાર £1.904 બિલિયન સપત્તિ સાથે 89માં ક્રમે છે.

શ્રીચંદ હિન્દુજા અને તેમના ત્રણ ભાઇઓ વચ્ચે આઠ વર્ષની કોર્ટરૂમ લડાઈમાં શ્રીએ દાવો કર્યો હતો કે ગોપીચંદ, પ્રકાશ અને અશોકે તેમની પાસેથી હિન્દુજા બેંકની માલિકી છીનવી લેવાનો પ્રયાસ કર્યો હતો.  શ્રી હંમેશા બેંકની માલિકી ધરાવતા હતા જેના ચેરમેન તેમની મોટી પુત્રી શાનુ છે અને તેના ચીફ એક્ઝિક્યુટિવ શાનુનો સૌથી મોટો પુત્ર કરમ છે.

LEAVE A REPLY