
શ્રી હિન્દુ મંદિર અને કોમ્યુનીટી સેન્ટર લેસ્ટર ખાતે શ્રી હિન્દુ ટેમ્પલ શિશુવિહાર સ્કૂલના લાભાર્થે 7થી 15 જૂન દરમીયાન આસ્થા ટીવી, ફેસબુક, યુટ્યુબ અને ઝૂમ પર રામકથાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શ્રી હેમાંગભાઇ ભટ્ટ અને દિલીપભાઇ જોશીએ કથાનું રસપાન કરાવ્યું હતું.
આ પ્રસંગે લેસ્ટરના લોર્ડ મેયર દીપક બજાજ અને મેયરેસ શ્રીમતી બજાજ પણ કથામાં ઉપસ્થિત રહ્યા હતા. જેમનું શલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.
કથા પ્રસંગે સાંદિપની આશ્રમ પોરબંદરથી વિખ્યાત કથાકાર પૂ. રમેશભાઇ ઓઝાએ સંદેશો પાઠવી કથામૃતનું મહત્વ સમજાવી શુભેચ્છાઓ આપી હતી. આજ રીતે શિવભક્ત પૂ. ગિરીબાપુ અને સ્વામી ચિન્મયાનંદજીએ પણ શુભેચ્છાઓ પાઠવી હતી. લેસ્ટર ઇસ્ટના પૂર્વ એમપી કિથ વાઝ પણ કથામાં ઉપસ્થિત રહ્યા હતા અને મંદિરની સેવા પ્રવૃત્તિઓને બિરદાવી હતી.
સંપર્ક: શીતલભાઇ આડતીયા 07779 130 772.
