ભારતના 76મા ભારતીય સ્વતંત્રતા દિવસ પ્રસંગે નોર્થ વેસ્ટ લંડનના કિગ્સબરી, વેમ્બલી અને અન્ય વિસ્તારોમાં સ્કૂટર રેલીનું શાનદાર આયોજન કરાયું હતું. જેમાં લગભગ સો કરતા વધુ યાવાન યુવતીઓએ ભાગ લીધો હતો. ભારતીય ત્રીરંગા ધ્વજ અને વંદે માતરમ તથા ભારત માતા કી જયના નારા સાથે યુવાનો સ્કૂટર અને મોટરસાયકલ પર કિંગ્સબરી સ્ટેશન, વેમ્બલી – બ્રેન્ટ વિસ્તારોમાં ફર્યા હતા.
જોડાયેલા મોટાભાગના લોકો ભારતથી આવેલા વિદ્યાર્થીઓ અને લોકલ ટેક અવે રેસ્ટોરંટ માટે ફૂડ ડીલીવરીનું કામ કરતા યુવાનો હતો. તેમણે 3 કલાક માટે ફૂડ ડીવીલરી બંધ રાખી હતી.